Gujarati News

Gujarati News

News of Saturday, 21st April 2018

પોતાના ટીકાકાર મીડિયા હાઉસ ઉપર ભારત સરકાર દબાણ કરે છે

જો કે રિપોર્ટમાં બીજા દેશોની સરખામણીએ ભારતમાં માનવ અધીકારની સ્થિતિ ખુબ જ સારી હોવાનું પણ જણાવાયું: અમેરીકાની ડોનાલ્ડ ટ્રમ્પ સરકારનો રિપોર્ટ

વોશીંગ્ટનઃ નરેન્દ્રભાઈ મોદીની સરકારને લઈને ટ્રંપ સરકારના વાર્ષીક રીપોર્ટમાં જણાવાયું કે ૨૦૧૭માં ભારત સરકારના આલોચક મીડીયા હાઉસ ઉપર દબાણ બનાવાયું હતું. ટ્રમ્પ સરકારે રિપોર્ટમાં આગળ જણાવાયું છે કે મીડીયા હાઉસને પરેશાન પણ કરવામાં આવેલ. અમેરીકી સરકારને મોદી સરકારનો પક્ષ લેનારી સરકાર તરીકે જોવામાં આવે છે. આ રીપોર્ટ એવા સમયે આવ્યો છે જયારે પીએમ એ ટ્વીટ કરેલ કે આ સરકારની આલોચના થવી જોઈએ, આલોચના લોકતંત્રને મજબુત બનાવે છે.

અમેરીકી વિદેશ મંત્રાલયે ૨૦૧૭માટે પોતાના વાર્ષીક માનવાધિકાર રીપોર્ટમાં જણાવેલ કે, ભારતનું બંધારણ અભિવ્યકિતની આઝાદી આપે છે, પણ તેમાં પ્રેસની સ્વતંત્રતાનો ચોખ્ખો ઉલ્લેખ નથી. ભારત સરકાર સામાન્ય રીતે આ અધીકારોનું સમ્માન કરે છે પણ કેટલાક એવા મામલા પણ બન્યા જેમાં સરકારે પોતાના આલોચક મીડીયા હાઉસને  ેપરેશાન કર્યા અને દબાણ પણ બનાવ્યું.

આ વાર્ષીક રીપોર્ટમાં દુનિયાના બધા દેશોમાં માનવધિકારની સ્થિતિ દર્શાવવામાં આવે છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે  અન્ય દેશોની સરખામણીએ ભારતમાં માનવધિકારની સ્થિતિ ખુબ જ સારી છે. પણ આમાં એ પ્રમુખ ઘટનાઓને પણ સામેલ કરાઈ છે. જેમાં ભારતમાં પ્રેસની આઝાદી ઉપર હમલાના રૂપે જોવાઈ છે. આ રિપોર્ટ એવા સમયે આવ્યો જયારે ટ્રંપ પ્રશાસન ઉપર પણ પ્રેસની આઝાદી ઉપર હુમલાના આરોપ લાગી રહયા છે.(૩૦.૭)

(3:44 pm IST)