Gujarati News

Gujarati News

News of Saturday, 21st April 2018

કઠુઆ - ઉન્નાવ જેવી ઘટનાઓ પહેલા પણ થતી હતી હવે પબ્લિસિટી

બાળકોની સાથે વધી રહેલા ગુનાઓ અંગે ભાજપના સાંસદ હેમા માલિનીનું નિવેદન

મુંબઇ તા. ૨૧ : દેશમાં બાળકોની સાથેના ગુનાઓની ઘટના રોકવાનું નામ લઇ રહ્યું નથી. બાળકોની સાથે વધી રહેલા ગુનાઓને લઇ હવે બોલિવુડ એકટ્રેસ અને ભાજપના સાંસદ હેમા માલિનીએ પણ નિવેદન આપ્યું છે. હેમા માલિનીએ કહ્યું કે આવી ઘટનાઓને રોકવી જોઇએ, તેનાથી દેશનું નામ પણ ખરાબ થઇ રહ્યું છે.

કઠુઆ અને ઉનાવ ગેંગરેપ જેવા મામલાનો દેશવ્યાપી વિરોધ થયા બાદ પણ બાળકોની સાથે જ બની રહેલ આ પ્રકારની શરમજનક ઘટનાઓ થોભી રહી નથી. હવે આ ગંભીર મુદ્દા પર વાત કરતાં હેમા માલિનીએ કહ્યું કે હવે તેની વધુ પબ્લિસિટી થઇ રહી છે. પહેલાં પણ કદાચ આવું બધું થઇ રહ્યું હશે પરંતુ કોઇને ખબર નહોતી, પરંતુ તેના પર ચોક્કસ ધ્યાન આપવું જોઇએ. આવી જે ઘટનાઓ બની રહી છે તે બનવી જોઇએ નહીં, તેનાથી દેશનું નામ ખરાબ થાય છે.હેમામાલિનીએ નિવેદનમાં કહ્યું કે અત્યારે આની વધુ પબ્લિસિટી થઇ રહી છે આજકાલ. પહેલાં પણ કદાચ આવું થઇ રહ્યું હતું પણ ખબર નહોતી. પરંતુ તેની ઉપર ચોક્કસ ધ્યાન અપાશે. આવી જે ઘટનાઓ બની રહી છે તે બનવી જોઇએ નહીં. તેનાથી દેશનું નામ પણ ખરાબ થઇ રહ્યું છે.આપને જણાવી દઇએ કે કઠુઆ ગેંગરેપની ઘટનાનો વિરોધ માત્ર દેશમાં જ નહીં વિદેશો સુધી પહોંચી ગયો છે. તેના લીધે આરોપીઓને સજા આપવા અને બાળકોની સુરક્ષા માટે કડક કાયદાને લાવવાની માંગણી કરાઈ રહી છે. આપને જણાવી દઇએ કે ઉનાવ અને કઠુઆ ગેંગરેપ કેસ બાદ એક પછી એક અને આ રીતને વધુ ઘટનાઓ સામે આવી છે.(૨૧.૧૯)

(3:43 pm IST)