Gujarati News

Gujarati News

News of Saturday, 21st April 2018

દેશની વસતીના ૫૦ ટકા મહિલાઓ છે : તેમને યોગ્ય સન્માન મળવુ જ જોઈએ : વેંકૈયા નાયડુ

ભારતમાં મહિલાના ઓછા આદર માટે વિદેશી કાયદા જવાબદાર : ઉપરાષ્ટ્રપતિ

નવી દિલ્હી, તા. ૨૧ : ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ ભારતમાંમહિલાઓના ઓછા આદર માટે વિદેશી કાયદાનેજવાબદાર ઠરાવીને શ્રોતાઓને ચોંકાવી દીધાછે. કુરુક્ષેત્ર યુનિવર્સિટીના ૩૦માં કોન્વોકેશનનેસંબોધતા તેમણે જણાવ્યું કે ભારતની વસતીમાં મહિલાઓ આશરે ૫૦ ટકા છે અને તેમને સમ્માન આપવું જોઇએ. ભારતીયો પોતાના દેશને 'ભારતમાતા' કહે છે. તેમણે એવું પણ જણાવ્યું કે ગંગા,યમુના, ગોદાવરી જેવી આપણી મોટાભાગનીનદીઓના નામ મહિલાઓ પરથી છે. જ્ઞાન માટેસરસ્વતી માતા છે, સંરક્ષણ માટે દુર્ગા માતા અને નાણા માટે લક્ષ્મી માતા છે. વેંકૈયાએ કહ્યું કેઆપણી આ પરંપરાઓ હોવાછતાં સમાજમાં હવેમહિલાઓને જેવી રીતે જોવામાં આવે છે, તેવખોડવાપાત્ર છે. આ શરમજનક બાબત છે અનેતેને વખોડવું જોઇએ.(૩૭.૬)

(2:46 pm IST)