Gujarati News

Gujarati News

News of Saturday, 21st April 2018

' મેં રોહંગિયા રિફ્યૂઝી કેમ્પમાં આગ લગાડી હતી ':બીજેપી યુથ વિંગના નેતાએ ટ્વીટ કરતા ભડકો;કાર્યવાહીની માંગ

 

નવી દિલ્હી : બીજેપી યૂથ વિંગ ભારતીય જનતા યુવા મોરચાએ જાહેરમાં ટ્વિટર Chandela_BJYM દ્વારા કહ્યું કે તેમણે રોહંગિયા આતંકીઓના ઘર બાળ્યાં હતાં.' તેવી રજુઆત કરીને ઓલ ઇન્ડિયા મુસ્લિમ મજલિસ--મુશાવરતે (AIMMM) દિલ્હી પોલીસ કમિશ્નર અમૂલ્ય પટનાયકને બીજેપી યૂથ વિંગ લીડર મનીષ ચંદેલા સામે કાર્યવાહીની માગ કરી છે. મનીષે ગત દિવસોમાં રોહંગિયા રિફ્યૂઝી કેમ્પમાં આગ લગાડી હતી. તેમણે ટ્વિટ કરીને જાતે વાત માની હતી. જોકે પછી તેણે ટ્વિટ ડિલીટ કરી દીધી.

   AIMMM પોલીસ કમિશ્નરને પત્રમાં કહ્યું હતું કે, 'તમારી જાણકારીમાં લાવવા માંગીએ છીએ કે બીજેપી યૂથ વિંગ ભારતીય જનતા યુવા મોરચાએ જાહેરમાં ટ્વિટર Chandela_BJYM દ્વારા કહ્યું કે તેમણે રોહંગિયા આતંકીઓના ઘર બાળ્યાં હતાં.'

   AIMMM પોલીસ કમિશ્નરને તેમણે ટ્વિટના સક્રીન શોટ પર મોકલ્યા હતાં. જેમાં તેમણે કાલિંદી કુંજમાં રોહિંગ્યા કેમ્પમાં આગ લગાવવાનો દાવો કર્યો હતો. ચંદેલાએ 15 એપ્રલિના રોજ સવારે એક વાગીને 16 મિનિટે ટ્વિટ કરી હતી.

જેના પછી 16 એપ્રિલની સાંજે 5 કલાકે 42 મિનિટ પર ચંદેલાએ ટ્વિટ કર્યું હતું, "હાં અમે ફરી કર્યું અને અમે ફરી આવું કરીશું. #ROHINGYA QUIT INDIA"

સાઉથ દિલ્હીના કાલિંદી કુંજ સ્થિત રેફ્યુઝી કેમ્પમાં 14-15 એપ્રિલની રાતે આગ લાગી હતી. જેમાં 200થી વધારે કેમ્પ બાળી નાંખ્યા હતાં. ઘટનામાં શરણાર્થીઓનો બધો સામાન, ઓળખપત્ર અને સંયુક્ત રાષ્ટ્ર દ્વારા અપાયેલ સ્પેશિઅલ વીઝા ડોક્યુમેન્ટસ પણ બળી ગયા હતાં.

મુશાવરતે પત્રમાં લખ્યું, "અપરાધીઓની સોશિયલ મીડિયા પર જાહેરમાં દાવો કરવા દિલ્હી પોલીસની ચેતવણી છે. રેફ્યૂઝી કેમ્પમાં આગ લાગવાના થોડી વારમાં ટ્વિટ કરી હતી. અમે તરત મનીષ ચંદેલાની તરત ધરપકડની માગ કરીએ છીએ. "

(12:00 am IST)