Gujarati News

Gujarati News

News of Saturday, 21st April 2018

કાલે પંજાબમાં કેપ્ટ્ન અમરિન્દરસિંહના મંત્રીમંડળનું વિસ્તરણ :નવા નવ મંત્રીઓ કેબિનેટમાં થશે સામેલ

 

ચંદિગઢઃ પંજાબમાં કેપ્ટન અમરિંદર સિંહના મંત્રીમંડળનું કાલે 21મી એપ્રિલે વિસ્તરણ થનાર છે કેપ્ટનની કેબિનેટમાં નવા 9 મંત્રીઓ સામેલ થશે. કેપ્ટન અમરિંદરે ટ્વીટ કરીને વિશે જાણકારી આપી હતી અને નવા મંત્રીઓના નામ જણાવ્યાં છે.રાહુલ ગાંધી સાથે આજે ફરી બેઠક બાદ નામ પર સહમતિ બની છે.

  અત્રે ઉલ્લેખનીય છે કે પંજાબમાં હાલમાં મુખ્યપ્રધાન સહિત નવ મંત્રીઓ છે મુખ્યપ્રધાન કેપ્ટન પાસે સૌથી વધુ 42 વિભાગ છે. કેપ્ટન સરકારમાં એક વર્ષ બાદ મંત્રીમંડળનો વિસ્તાર થઈ રહ્યો છે. પંજાબમાં વિધાનસભાની 117 સીટો છે. કોંગ્રેસે તેમાંથી 77 જીતી છે. નિયમ પ્રમાણે પંજાબમાં 17 મંત્રીઓ બનાવી શકાય છે.ઓછા મંત્રીઓ હોવાને કારણે સીએમ ઓફિસમાં ફાઇલો ભેગી થઈ રહી હતી જેનાથી જનતાનું કામ રોકાતું હતું

   સિવાય બે અન્ય મંત્રીઓ રજિયા સુલ્તાન અને અરૂણા ચૌધરીને રાજ્યમંત્રીમાંથી કેબિનેટ પ્રધાન બનાવવામાં આવશે. કેપ્ટને ટ્વીટ કરીને જાણકારી આપી અને શપથ ગ્રહણ સાંજે 6 કલાકે યોજાશે

કેપ્ટનના નવા મંત્રીઓમાં સૂખજિંદર સિંહ રંધાવા, સૂખવિંદર સરકારિયા, વિજય ઇંદ્ર સિંગલા, ભરત ભૂષણ આશુ, સુંદર શ્યામ અરોડા, ઓપી સોની, રાણા ગુરમીત સોઢી, ગુરપ્રીત કાંગડ અને બલવીર સિંહ સિદ્ધૂ છે

(12:00 am IST)