Gujarati News

Gujarati News

News of Saturday, 21st April 2018

મોટા લોકો સાથે સુતા વગર કોઇપણ અેન્કર કે રીડર નથી બની શકતીઃ તમિલનાડુના ભાજપના નેતા અેસ.વી. શેખરની ફેસબુક પોસ્ટથી વિવાદ

તમિલનાડુઃ તમિલનાડુના ભાજપના નેતા અેસ.વી. શેખરે મહિલાઓ વિશે અભદ્ર ટિપ્પણી ફેસબુક ઉપર કરતા ભારે ચર્ચા જાગી છે.

તમિલનાડુમાં ત્રણ દિવસ પહેલા આયોજીત એક પ્રેસ કોન્ફરન્સમાં એક મહિલા પત્રકારનો ગાલ થપથપાવ્યાં પછી રાજ્યપાલ બનવારીલાલ પુરોહિતની ઘણી ટિકા થઇ હતી. હવે રાજ્યના અન્ય બીજેપી નેતાએ મહિલા પત્રકારો અને મીડિયા કર્મીઓ અંગે ફેસબુક પર આપત્તિજનક પોસ્ટ કરી છે.

તમિલનાડુમાં બીજેપી નેતા એસવી શેખરે પોતાના ફેસબુક એકાઉન્ટમાં મહિલાઓ સામે અપમાનજનક કમેન્ટ પોસ્ટ કરી છે. આ પોસ્ટમાં તેમણે મહિલા જર્નાલિસ્ટ માટે અશ્લીલ અને આપત્તિજનક વાતો લખી છે. બીજેપી નેતાએ સ્પષ્ટ લખ્યું છે કે 'મોટા લોકો સાથે સૂતા વગર કોઇપણ એંકર કે રીડર નથી બની શકતી.'

અંગ્રેજી ન્યૂઝપેપર ઇન્ડિયન એસ્કપ્રેસ અને રિપબ્લિક વેબસાઇટની રિપોર્ટસ પ્રમાણે બીજેપી નેતા એસવી શેખરે પોતાની પોસ્ટમાં લખ્યું હતું કે, "સીનિયર મહિલા જર્નાલિસ્ટ, જેનો ગાલ રાજ્યપાલ બનવારીએ અડક્યો હતો. તે રાજ્યપાલ પર ખોટો આરોપ લગાવ્યો છે. આવું કરવા પાછળ તેનો હેતુ બીજેપી સરકારને બદનામ કરવાનો હતો." એસવી શેખર તમિળ ફિલ્મોમાં કામ પણ કરી ચુક્યાં છે.

આ નેતાએ આગળ લખ્યું કે, "મીડિયામાં ઘણાં અભણ લોકો છે. રાજ્યપાલ પર આરોપ લગાવનાર આ મહિલા જર્નાલિસ્ટ માત્ર અપવાદ નથી. એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટના મુકાબલામાં મીડિયા સેક્ટરમાં મહિલાઓની સાથે વધારે યૌન ઉત્પીડન થાય છે. મહિલા જર્નાલિસ્ટ મીડિયામાં પદ મેળવવા માટે અને પોતાના કામ કઢાવવા માટે મોટા લોકો સાથે સૂવે છે. આમાંથી જે અપવાદ છે તેમનું હું સન્માન કરૂં છું. જોકે તમિલનાડુ મીડિયામાં વધારે લોકો બ્લેકમેલર્સ અને ઘટિયા છે."

જો કે બીજેપી નેતાએ આ પોસ્ટ હટાવી લીધી છે. શેખરના એક ફોલોવરે ફેસબુકમાં લખ્યું હતું કે આ પોસ્ટ શેખરે નથી લખી. આ કોઇ અન્યએ લખ્યું છે.

(5:46 pm IST)