Gujarati News

Gujarati News

News of Saturday, 21st April 2018

જે બાળકોને બે કરતા વધુ વખત વાર મેલેરીયા થયો હોય તેના મુળભુત કોષો ડેમેજ થતા લોહીનું કેન્સર થવાની વધુ શક્યતાઃ મેલેરીયાનું ઘાતક સ્‍વરૂપ ફેલાતા વૈજ્ઞાનિકો ચિંતિત

નવી દિલ્હીઃ ભારતમાં ઝડપથી ફેલાઇ રહેલા મેલેરીયાના રોગચાળાથી વૈજ્ઞાનિકો ચિંતિત છે અને મેલેરીયાને અટકાવવા સંશોધનો કરવામાં આવી રહ્યા છે.

ભારતમાં છેલ્લા કેટલાક સમયથી મેલેરિયાની બીમારીમાં મહત્વનો ફેરફાર જોવા મળે છે. ત્યારે ભારતમાં ઝડપથી મેલેરિયાનું ઘાતક સ્વરૂપ ફેલાઈ રહ્યું છે. આ બાબત ભારતીય વિજ્ઞાનીઓના તાજેતરના અભ્યાસમાં બહાર આવી છે.

આમ તો સામાન્ય રીતે મેલેરિયાના ઓછા આક્રમક સ્વરૂપ માટે સામાન્ય રીતે પ્લાસ્મોડિયમ ફાલ્સિપારમ વિવેક્સ પરજીવીને જવાબદાર માનવામાં આવે છે. પરંતુ હવે જાણવા મળ્યું છે કે કેટલાંક કિસ્સામાં મેલેરિયાના વધુ ઘાતકી સ્વરૂપ માટે પ્લાસ્મોડિયમ ફાલ્સિપારમનાં પ્રમાણમાં વધારો થવાની બાબત જવાબદાર છે. અને તે મુજબ આ બીમારી જોખમી બની રહી છે.

આ માટે વિજ્ઞાનીઓ અને તેમના સહયોગીઓ દ્વારા દેશભરમાં મેલેરિયાના વિવિધ સંક્રમણના પ્રભાવ અને તેની સાથે સંકળાયેલા કેસના વિતરણમાં પરિવર્તનને સમજવા માટે કરવામા આવેલા અભ્યાસમાં આ વાત બહાર આ‍વી હતી. આ સંશોધન દરમિયાન વિવિધ ૧૧ સ્થળ પરથી મેલેરિયાના લક્ષણોવાળા ૨૩૦૦ દર્દીના લોહીના નમૂના એકત્ર કરવામાં આવ્યા હતા.

આ ઉપરાંત પીસીઆર નિદાન પરિક્ષણ આધારિત વિવિધ મેલેરિયાના જંતુઓનુ વિશ્લેષણ કરવા માટે છેલ્લાં ૧૩ વર્ષના પ્રાકશનોના આંકડા અેકત્ર કર્યા હતા. આ અંંગે મુખ્ય સંશોધનકાર પ્રો. અરૂપ દાસે જણાવ્યું કે ભારતમાં ૨૦૩૦ સુધી મેલેરિયા ઉન્મૂલનની વાત થઈ રહી છે.પરંતુ મેલેરિયાની બીમારીમાં આવેલા ફેરફારથી આ લક્ષ્‍યાંકને પાર પાડવુ મુશ્કેલ બની શકે તેમ છે.

મેલેરિયાને કારણે મૃત્યુનું પ્રમાણ હજી કન્ટ્રોલમાં નથી આવ્યું ત્યાં મલેરિયા થવાને કારણે બીજી એક જોખમી બીમારી થવાની સંભાવના વધી છે.આ અભ્યાસ આફ્રિકાના મલેરિયા-પ્રોન વિસ્તારમાં થયો છે. અમેરિકાના સંશોધકોનું કહેવું છે કે મલેરિયાના વાઇરસને દૂર કરવા માટે શરીર એન્ટિબોડીઝ પેદા કરે છે.

આ અંગે અભ્યાસકર્તાઓએ નોંધ્યું છે કે જે બાળકોને બે કરતાં વધુ વાર મેલેરિયા થયો હોય તેમને મૂળભૂત કોષો ડેમેજ થતાં લોહીનું કેન્સર થવાની શકયતાઓ વધે છે. અમેરિકાનની રોકફેલર યુનિવર્સિટીના સંશોધકોએ આફ્રિકામાં જયાં મલેરિયાનો વાવર તીવ્ર છે એ વિસ્તારને લિમ્ફોમાં બેલ્ટ કહ્યો છે. લિમ્ફોમાં એક પ્રકારનું લોહીનું કેન્સર છે.

(9:28 am IST)