Gujarati News

Gujarati News

News of Sunday, 21st March 2021

મહારાષ્ટ્રમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો : રેકોર્ડબ્રેક 30,535 પોઝિટિવ કેસ નોંધાયા : 99 લોકોના મોત

એકલા મુંબઈમાં જ 3,779 નવા કેસ: 10 લોકોના મોત

દેશમાં કોરોના રોગચાળો ફરીથી ફેલાવા લાગ્યો છે, જો કે મહારાષ્ટ્રમાં પરિસ્થિતી ચિંતાજનક બની છે, કોરોનાનાં મહારાષ્ટ્ર અને તેની રાજધાની મુંબઇ લેટેસ્ટ આંકડા મુજબ છે, છેલ્લા 24 કલાકમાં મહારાષ્ટ્રમાં 30,535 અને મુંબઇમાં તે સંખ્યા 3,779 છે.

 

અત્રે ઉલ્લેનિય છે કે રોગચાળાની શરૂઆતથી લઇને અત્યાર સુધી એક દિવસમાં નોંધાનારા કેસમાં આજે સૌથી વધુ છે, કોરોનાનાં વધતા કેસને જોતા રાજ્યમાં ઘણા સ્થાનો પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે, જો કે કેસની સંખ્યા દરરોજ વધી રહી છે.

રાજ્યમાં કોરોનાનાં કુલ કેસ  24,79,682 થઇ ચુક્યા છે, છેલ્લા 24 કલાકમાં 99 લોકોનાં મોત થયા છે, ત્યાં જ આ રોગચાળાનાં કારણે અત્યાર સુધીમાં 53,399એ પોતાનો જીવ ગુમાવ્યો છે.આજે કુલ 11,314 લોકોને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.

મુંબઇમાં 3,779 નવા કેસની પુષ્ટી થઇ છે, તે સાથે જ દેશની આર્થિક રાજધાનીમાં કોરોનાનાં કુલ કેસની સંખ્યા 3,62,675 થઇ ચુંકી છે, જ્યારે રોગચાળાનાં કારણે આજે 10 દર્દીઓનાં મોત જ્યારે અત્યાર સુધીમાં 11,586 લોકોનાં મોત થયા છે.

(10:57 pm IST)