Gujarati News

Gujarati News

News of Saturday, 20th March 2021

પીએમ કિસાનઃ જો તમારે આ વર્ષે છ હજાર રૂપિયા મળવા માંગતા હોય તો હવે નોંધણી કરાવો

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (પીએમ કિસાન સન્માન નિધિ) યોજના અંતર્ગત કેન્દ્ર સરકાર દર નાણાકીય વર્ષે દેશના ખેડુતોના બેંક ખાતાઓમાં કુલ ૬,૦૦૦ રૂપિયા સ્થાનાંતરિત કરે છે. આ અંતર્ગત ૨ હેકટર સુધીની જમીન ધરાવતા ખેડૂત પરિવારોને દર વર્ષે ૬,૦૦૦ રૂપિયાના દરે સહાય કરવામાં આવી રહી છે. જે ખેડુતોની પાસે ૨ હેકટર કે તેથી ઓછી જમીન છે તે જ આ સરકારી યોજનાનો લાભ મેળવી શકશે. આ અંતર્ગત આવતા ૫ વર્ષ સુધી ગ્રામીણ અને શહેરી વિસ્તારની યાદીમાં સમાવિષ્ટ લાભાર્થીઓને વાર્ષિક ૬૦૦૦ રૂપિયા આપવામાં આવશે.

 આ શ્રેણીમા, પીએમ કિસાન યોજનાનો આઠમો હપ્તો અને નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨નો પ્રથમ હપ્તો એપ્રિલમાં રજૂ કરી શકાય છે. જો તમે આ યોજના માટે પહેલેથી જ નોંધણી કરાવ્યું છે અને kyc સાથે સંબંધિત તમારા દસ્તાવેજો અપડેટ થયા છે, તો તમને આ યોજના અંતર્ગત દર નાણાકીય વર્ષે છ હજાર રૂપિયા ત્રણ હપ્તામાં મળશે ૨,૦૦૦-૨,૦૦૦ રૂપિયા. જો કે, જો તમે હજી સુધી આ યોજના માટે નોંધણી કરાવી નથી, તો તમે ફકત ૫-૧૦ મિનિટમાં જ કરી શકો છો.

ખેતીલાયક જમીન ઉપર ખેતી સિવાય અન્ય કોઈ કામ કરી રહ્યા હો તો પણ નહીં મળે લાભ

 આ સિવાય રજિસ્ટર્ડ ડોકટરો, એન્જિનિયરો, વકીલો, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ અને આર્કિટેકટ અને તેમના પરિવારના સભ્યો પણ આ યોજનાનો લાભ લઈ શકતા નથી. બીજી તરફ જો ખેડૂત નોંધાયેલ ખેતીલાયક જમીન ઉપર ખેતી સિવાય અન્ય કોઈ કામ કરી રહ્યો છે, તો પણ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો લાભ મળશે નહીં.

 શું છે નિયમ?

 સરકારી કર્મચારીઓ અથવા નિવૃત્ત કર્મચારીઓ આ યોજનાનો લાભ મેળવી શકતા નથી. વળી, જો કોઈની પાસે ખેતી માટે જમીન છે અને તેને ૧૦,૦૦૦ રૂપિયા માસિક પેન્શન મળે છે, તો આવા લોકોને યોજનાનો લાભ નહીં મળે.

(12:49 pm IST)