Gujarati News

Gujarati News

News of Saturday, 21st March 2020

કોરોના વાયરસઃ મુખ્‍યમંત્રી મમતા બેનરજીએ ર૩ માર્ચના સર્વદળીય બેઠક બોલાવીઃ બધા પક્ષો સામેલ થવા સહમત

            કોલકતા : કોરોના વાયરસની મહામારીને રોકવા માટે ઉઠાવવામા આવેલ કદમો પર ચર્ચા કરવા માટે પમિ બંગાળના મુખ્‍યમંત્રી મમતા બેનરજીએ પમિ બંગાળ સરકારની ર૩ માર્ચના એક સર્વદલીય બેઠક બોલાવી છે બધા દળોને પત્રથી જાણ કરવાામાં આવેલ છે.

            રાજય સચિવાલય નબન્ના મા મળનારી બેઠકની અધ્‍યક્ષતા મમતા બેનરજી કરશે. આ કદમનુ સ્‍વાગત કરતા રાજય કોંગ્રેસ અધ્‍યક્ષ સોમેન મિશ્રાએ કહ્યું એમની પાર્ટી પણ બેઠકમા સામેલ થશે. ભાજપા પણ સામેલ થશે.

(9:39 pm IST)