Gujarati News

Gujarati News

News of Saturday, 21st March 2020

કૃતિકા દેસાઈએ પતિ ઈમ્તિયાઝ ખાનને હૃદય પૂર્વક શ્રદ્ધાંજલી આપી યાદ કર્યા

નવીદિલ્હીઃ ઈમ્તિયાઝ ખાનના કેટલાક દિવસો બાદ તેમના પત્ની કૃતિકા દેસાઈએ પોતાના અભિનેતા પતિને સોશિયલ મીડિયા પર યાદ કર્યા હતા. કૃતિકા એક જાણિતી ફિલ્મ અને ટી.વી. અભિનેત્રી છે. તેણે ટવીટ્ર પર પતિ સાથેની તસ્વીર શેર કરી હતી, અને એક ખાસ લખાણ લખ્યું હતું. અભિનેત્રીએ લખ્યું હતું કે ''મારા મિત્ર, ફિલોસોફર ગાઈડ અને પ્રેમી.... આપણે ટૂંક સમયમાં ફરી મળીએ... ત્યાં સુધી.... અલ્લાહ હાફિઝ....'' આ તસ્વીરમાં કૃતિકા એક રેસ્ટોરન્ટમાં પતિ સાથે આનંદિત મુદ્રામાં બેઠેલી દેખાય છે. દંપતીએ કાળા કપડાં પહેરેલા હતા. ઈમિત્યાઝ ખાન અભિનેતા અમજદ ખાનના ભાઈ અને વીતેલા સમયના અભિનેતા જયંતના પુત્ર હતા. અભિનેત્રી અન્જુ મહેન્દ્રએ ઈન્સ્ટાગ્રામ પર ઈમ્તિયાઝ ખાન અને અમજદ ખાન સાથેની તસ્વીર શેર કરી હતી. ૧૭ માર્ચના રોજ ૭૭ વર્ષની વયે ઈમ્તિયાઝનું અવસાન થયું હતું.

(4:39 pm IST)