Gujarati News

Gujarati News

News of Saturday, 21st March 2020

પુરીના જગન્નાથ મંદિરની ધ્વજામાં આગઃ અમંગળના એંધાણઃ મુખ્ય પૂજારીનો દાવો

પાપનાશિની એકાદશી નિમિતે મુકાયેલ દિવાના કારણે આગ લાગી

પુરી : ઓરિસ્સાના પુરીમાં આવેલ જગન્નાથ મંદિર ઉપર લહેરાતી ધ્વજામાં આજુ બાજુ રખાયેલ દિવાઓના કારણે આગ લાગી હોવાનું અધિકારીઓએ ગઇકાલે જણાવ્યું હતું.

ગુરૂવારે  રાત્રે પાપનાશિની એકાદશી પર્વ ઉપર, ૧ર મી સદીના આ મંદિરમાં મહાદિપ એટલે કે દિવાઓ મંદિરની ઉપર મુકવામાં આવ્યા હતાં. જેના કારણે આ બનાવ બન્યો હોવાનું મંદિરના સત્તાવાળાઓએ જણાવ્યું હતું.

સુત્રોએ જણાવ્યા અનુસાર, મુખ્ય ધ્વજાને કંઇ નહોતું થયું પણ તેની સાથે જ રહેલી નાની ધ્વજા 'નિલચક્ર' માં આગ લાગી હતી. જે મુખ્ય ધ્વજા 'બાના'ની નીચે હોય છે. મંદિર સત્તાવાળાઓ અનુસાર આગને તાત્કાલીક બુઝાવી દેવાઇ હતી અને બનાવના કારણે મંદિરને કંઇ નુકસાન નથી થયું. અત્રે ઉલ્લેખનીય છે કે કોરોના વાયરસ સામે સાવચેતીના કારણોસર જગન્નાથ મંદિર પહેલી એપ્રિલ સુધી બંધ રાખવામાં આવ્યું છે.

(4:09 pm IST)