Gujarati News

Gujarati News

News of Saturday, 21st March 2020

કોરોનાનો કહેર

બેંકોના સમયમાં થશે ફેરફાર : RBI જાહેર કરશે નિર્દેશ

નવી દિલ્હી તા. ૨૧ : કોરોનાની દહેશત વચ્ચે બેંકોના કામકાજને ઘટાડવાની તૈયારી કરવામાં આવી રહી છે. આ અંગે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ દરેક બેન્કોના શીર્ષ પ્રતિનિધિમંડળની સાથે બેઠક કરી છે. આ અંગે ટૂંક સમયમાં આદેશ આપવામાં આવશે. કોરોનના લીધે ઓછામાં ઓછા લોકોના કોન્ટેકટ રાખવા માટે આદેશ જાહેર કરવામાં આવ્યા છે. એક બાજુ સેનેટાઇઝર અને અન્ય જરૂરી સુરક્ષા વ્યવસ્થાઓથી બ્રાન્ચને લેસ કરવાં આવ્યા છે. ત્યારે બીજી બાજુ ગ્રાહકોને અપીલ કરવામાં આવી રહી છે કે વધુમાં વધુ ડિજિટલ લેણદેણ કરવામાં આવે. આજ પ્રયત્નોને આવતા ચરણમાં બેંકોના કામકાજને સીમિત કરવામાં આવશે.

તેના હેઠળ બેંકોના કામકાજને કલાકો ઘટાડવાનો પ્રસ્તાવ તૈયાર કરવામાં આવ્યો છે. તેમાં ગ્રાહકોની સાથે બેંન્કીંગ કામકાજને બે થી ત્રણ કલાક સુધી ઘટાડવામાં આવશે. આ ઉપરાંત કારોબારની સ્થિતિને હાલતને જોઈને તેને પણ રાહત આપવાની તૈયારી કરવામાં આવી રહી છે. કામકાજ બંધ થવાથી અથવા ઓછા થવાથી લોનના હપ્તા પર અસર પાડવા લાગી છે. એકલા કાનપુરમાં ૧૪૦૦થી વધુ લોનના હપ્તા આ મહિને આવ્યા નથી. આ સંખ્યા ફકત ઓવરડ્રાફટ એટલે કે બિઝનેસ લોનની છે.

આ સ્થિતિ દેશભરની છે. તેને જોઈને આરબીઆઇ લોન ખાતાને એનપીએ થી બચવા માટે અતિરિકત સમય આપવાનો પ્લાન તૈયાર કરી રહ્યા છે. આપણં હેઠળ ખાતાના એનપીએથી બચવા માટે તેને ૩૦ થી ૬૦ દિવસનો અતિરિકત સમય આપવામાં આવે છે.

(12:08 pm IST)