Gujarati News

Gujarati News

News of Saturday, 21st March 2020

કનિકાની પાર્ટીએ દેશની સંસદને જોખમમાં મુકી? અનેક સાંસદો પોતાના સ્વાસ્થય મુદે ચિંતિત

૯૬ સાંસદોમાં હડકંપ મચી ચુકયો

નવી દિલ્હી, તા.૨૧: કોરોના વાયરસની શિકાર બનેલી બોલિવુડ સિંગર કનિકા કપુરની પાર્ટીમાં ભાગ લીધા બાદ સંસદ ભવનના અનેક સાંસદો સાથે દુષ્યંત સિંહના ઉઠક બેઠકથી હડકંપ મચેલો છે. તેના સંપર્કમાં આવવાના કારણે અનુપ્રિયા પટેલ, સંજય સિંહ, ડેરેક ઓ બ્રાયન સહિત અડધો ડઝન કરતા વધારે સાંસદો સેલ્ફ આઇસોલેશનમાં જઇ ચુકયા છે. ખુદ દુષ્યંત પણ હાલ આઇસોલેશનમાં છે. આ સ્થિતીમાં હવે સંસદનાં હાલનાં સત્રને સ્થગિત કરવાની માંગ ઉઠવા લાગી છે. આ માંગ ઉઠાવનારા તૃણમુલ કોંગ્રેસનાં સાંસદ ડેરેક ઓ બ્રાયન સૌથી આગળ છે.

સુત્રોનું કહેવું છે કે માં વસુંધરા રાજેની સાથે લખનઉની હોટલ તાજમાં એક પાર્ટી દરમિયાન કનિકાનાં સંપર્કમાં આવેલા સાંસદ દુષ્યંત સિંહની કોરોના તપાસનાં રિપોર્ટ પર જ સંસદ સત્રનું ચાલવાનું નિર્ભર કરશે. જો રિપોર્ટ નેગેટિવ આવે છે તો પછી સંસદ સત્ર નિર્ધારિત ત્રણ એપ્રીલ સુધી ચાલી શકે છે, નહી તો સત્રને સમય પહેલા પણ પુર્ણ કરવામાં આવી શકે છે, કારણ કે સાંસદો જાણતા અજાણતા જ તેની ઝપટે ચડે તેવી શકયતાઓ જોવાઇ રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, લખનઉમાં ૧૫ માર્ચે કનિકા કપુરની પાર્ટી રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે અને દુષ્યંત સિંહનો સમાવેશ થાય છે. શુક્રવારે કનિકા કપુરનાં કોરોનો પોઝીટીવ થયાનો રિપોર્ટ આવ્યા બાદ વસુંધરા અને દુષ્યંત એક સ્વ એકાંતવાસમાં જતા રહ્યા છે. ખાસ વાત છે કે ૧૫ માર્ચે આ પાર્ટીમાં ભાગ લેવા માટે એક દિવસ ૧૬ માર્ચે દુષ્યંત સિંહ સંસદ ભવન પહોંચ્યા હતા અને તેમણે કાર્યવાહીમાં હિસ્સો લીધો હતો.

બીજી તરફ ૧૮ માર્ચે સવારે રાષ્ટ્રપતિ ભવનમાં આયોજીત બ્રેકફાસ્ટ પાર્ટીમાં તેઓ ઉત્તરપ્રદેશ અને રાજસ્થાનનાં કુલ ૯૬ સાંસદો સાથે હિસ્સો લીધો હતો. દુષ્યંતનાં કનિકા કપુરની પાર્ટીમાં જવા અને પોતે સ્વયં આઇસોલેશનમાં ગયા બાદ ૯૬ સાંસદોમાં હડકંપ મચી ચુકયો છે. દુષ્યંત કુમારે સ્ટેન્ડિંગ કમિટીમાં હિસ્સો લેવા માટે આવેલા અનેક સાંસદો સાથે મુલાકાત યોજી હતી.

(11:04 am IST)