Gujarati News

Gujarati News

News of Saturday, 21st March 2020

નોબેલ વિજેતા અર્થશાસ્ત્રીનો દાવો- અર્થવ્યસ્થાની સ્થિતિ ૨૦૦૮ની મંદીથી પણ વધારે ખરાબ થઈ શકે છે

કોરોના વાયરસ માત્ર આર્થિક સંકટ નથી પરંતુ વાસ્તવિક સંકટ છે

વોશિંગ્ટન, તા.૨૧: નોબેલ પુરસ્કાર વિજેતા અર્થશાસ્ત્રી જોસેફ સ્ટીગલિટ્ઝ દાવો કર્યો છે કે, કોરોના વાયરસને કારણે વૈશ્વિક અર્થવ્યસ્થા ખૂબ જ ખરાબ રીતે પ્રભાવિત થશે અને સ્થિતિ ૨૦૦૮ની આર્થિક મંદીથી પણ વધારે ખરાબ થઈ શકે છે.

પ્રોફેસર જોસેફ સ્ટીગલિટ્ઝ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, આપણે મુશ્કેલીના સમયમાંથી પસાર થઈ રહ્યા છે. આ માત્ર આર્થિક સંકટ નથી પરંતુ વાસ્તવિક સંકટ છે, જેનાથી  માંગ અને પુરવઠા પર ખૂબ જ ખરાબ અસર પડી છે. માત્ર મોનેટરી પોલીસીથી કામ થઈ શકશે નહીં કેમકે યુરોપમાં પહેલાથી વ્યાજ દર ખૂબ જ ઓછા છે.

પ્રોફેસર સ્ટીગલિટ્ઝને સવાલ કરવામાં આવ્યો હતો કે, શું આપણે ૨૦૦૮થી પણ ખરાબ આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યા છે? જેના પર પ્રોફસરે જણાવ્યું કે, હાલની સ્થિતિ વધારે ખરાબ છે. આપણે ૨૦૦૮ની આર્થિક સંકટનો સામનો કર્યો કેમકે આપણને જાણ હતી કે આપણે શું કરવું જોઈએ.

(11:02 am IST)