Gujarati News

Gujarati News

News of Saturday, 21st March 2020

કોરોનાથી લડવા માટે તમામ દેશ આપી રહ્યા છે રાહત પેકેજઃ આપણે અહીં ટેકસ વધારવામાં આવી રહ્યો છે

કોરોના મહામારીનું સંકટ ભયંકર છે સૌથી પહેલા દેશની આબાદીને આ ઘાતક મહામારીના બાંબ સરખા હુમલાથી બચાવવાનો છે. બીજી તરફ આ મહામારીની સૌથી વધારે અસર ઉડ્ડયન, હોટલ, પર્યટન, મનોરંજન અને ઓટો સેકટર પર પડી રહી છે. કોરોના વાયરસની તબાહી કયાં અને કયાં જઇ રોકાશે તેનો કોઇ પાસે જવાબ નથી. આર્થિક સુસ્‍તીની પકડમાંથી નિકળવાના પડકારને મોદી સરકાર માટે કોરોના વાયરસના પ્રકોપથી ઉંડાઇ છે. કારણ રોજગાર આપવાવાળું ક્ષેત્ર, કૃષિ, મેન્‍યુફેકચરીંગ, કન્‍સ્‍ટ્રકશન, ઓટો વગેરે પહેલેથી જ આર્થિક સુસ્‍તીના ઉંડા દબાવમાં છે.

કોરોના વાયરસના વધતા સંક્રમણથી હવે આર્થિક ગતિવિધીયો દેશના ઘણા ઉદ્યોગ કાચો માલ અને પાર્ટસની આપૂર્તિ માટે ચીન પર આશ્રિત છે. આમા દવા, મોબાઇલ, ઓટોમોબાઇલ્‍સ, ટેલીકોમ મુખ્‍ય છે. અનેક આવશ્‍યક દવાઓ માટે ૭૦ ટકા મૂળ રસાયણ ચીનથી આવે છે. ફિલહાલ આની આપુર્તિ પુરી રીતે બાધિત છે. અને જુન મહિના પહેલા ચીનથી આપૂર્તિ બહાલીની કોઇ આશા નથી. પ્રતિબંધોના કારણે કોરોના વાયરસ અને સૌથી વધારે ખરાબ અસર દેશના હોટલ પર્યટન ઉદ્યોગ પર પડી છે. આ ક્ષેત્રનો કારોબાર અત્‍યાર સુધીમાં ૬૦ થી ૭૦ ટકા  ઓછો થઇ ગયો છે.

(12:00 am IST)