Gujarati News

Gujarati News

News of Saturday, 21st March 2020

જો હું પ્રેસિડન્ટ તરીકે ચૂંટાઈ આવીશ તો મહિલાને વાઇસ પ્રેસિડન્ટ બનાવીશ : અમેરિકાના પ્રેસિડન્ટ પદના ડેમોક્રેટ ઉમેદવાર જો બિડન

ન્યુયોર્ક : અમેરિકાના પ્રેસિડન્ટ પદના ડેમોક્રેટ ઉમેદવાર જો બીડને ડેમોક્રેટ પાર્ટીની યોજાયેલી ડિમેટમાં 15 માર્ચના રોજ જણાવ્યું હતું કે જો તેઓ નવેમ્બર માસમાં યોજાનારી ચૂંટણીઓમાં પ્રેસિડન્ટ તરીકે ચૂંટાઈ આવશે તો વાઇસ પ્રેસિડન્ટ તરીકે કોઈ મહિલાને સ્થાન આપશે
ઉલ્લેખનીય છે કે બિડન માટે ડેમોક્રેટિક પ્રતિનિધિ તરીકે રિપબ્લિકન ડોનાલ્ડ ટ્રમ્પને ટક્કર આપવા પસંદગી થવાની શક્યતાઓ વધી રહી છે.તેઓ તાજેતરમાં ફ્લોરિડામાં યોજાયેલી પ્રાઈમરી ચૂંટણીમાં તેમના નજીકના હરીફ બર્ની સેન્ડર્સ કરતા આગળ નીકળી ગયા છે.

વાઇસ પ્રેસિડન્ટ તરીકે કઈ મહિલાની પસંદગી થઇ શકે તેવી શક્યતાઓ વચ્ચે ઇન્ડિયન અમેરિકન સેનેટર સુશ્રી કમલા હેરિસની પસંદગી થાય તેવી શક્યતા રાજકીય પંડિતો જોઈ રહ્યા છે.

(1:34 pm IST)