Gujarati News

Gujarati News

News of Thursday, 21st March 2019

સલમાન ખાને કર્યો મોટો ખુલાસો : કહ્યું હું ચૂંટણી લડવાનો નથી અને કોઈ માટે પ્રચાર પણ નહીં કરું

મુંબઈ ;લોકસભા ચૂંટણીના માહોલ વચ્ચે બોલિવૂડ અભિનેતા સલમાન ખાન લોકસભાની ચૂંટણી લડશે તે વાતે ચર્ચા જગાડી હતી. જોકે, આ બાબતે સલમાન ખાને ખુલાસો કર્યો છે

 

   સલમાન ખાને ટ્વિટ કરી જણાવ્યું કે, તે ચૂંટણી લડવાનો નથી અને કોઇ પાર્ટી માટે પ્રચાર પણ નહીં કરે. આ સાથે જ સલમાન ખાને આ અંગે થતી ચર્ચાઓ અંગે પૂર્ણવિરામ મૂકી દીધું છે

 

    અત્રે ઉલ્લેખનીય છે કે, મધ્યપ્રદેશ કોંગ્રેસ બોલિવૂડ અભિનેતા સલમાન ખાનને ઇન્દોરથી લોકસભાની ચૂંટણી લડાવવાના પ્રયાસમાં હતી. જેથી બીજેપીનું ગઢ મનાતી આ સીટ પર 30 વર્ષ બાદ જીતી શકાય.
    સલમાન ખાનનો જન્મ ઇન્દોરના પલાસિયા વિસ્તારમાં થયો હતો અને મુંબઇ શિફ્ટ થતાં પહેલાં તેણે ઇન્દોરમાં બાળપણનો ઘણો સમય વિતાવ્યો હતો

  . મધ્ય પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા પંકજ ચતુર્વેદીએ કહ્યું હતું કે, અમારા નેતા સલમાન ખાન સાથે ઇન્દોરમાં પાર્ટી માટે પ્રચાર કરવાની વાતચીત કરી ચૂક્યાં છે. જોકે, હવે સલમાન ખાને રાજનીતિ સાથે જોડાવવા અને પ્રચાર કરવાની વાત પર પૂર્ણવિરામ મૂકી દીધું છે.

(9:09 pm IST)