Gujarati News

Gujarati News

News of Thursday, 21st March 2019

પાક.સેનાના ફાયરિંગમાં સુંદરબની સેક્ટરમાં એક જવાન શહીદ: સોપોરમાં ગ્રેનેડ હુમલામાં ત્રણ પોલીસકર્મી ઘાયલ

સવારેઃ સીઝ ફાયરનું ઉલ્લંઘન :રાયફલમેન યશપાલ શહીદ :સોપોરમાં નાકાબંધી વેળાએ આતંકીઓએ ગ્રેનેડ હુમલો કર્યો

શ્રીનગર :પાકિસ્તાની સેનાએ સીઝ ફાયરીંગનું ઉલ્લંઘન કર્યું છે ગુરુવારે જમ્મુ-કાશ્મીરમાં નિયંત્રણ રેખા પર ફરી એક વખત સિઝફાયર ઉલ્લંઘન કર્યું છે. પાકિસ્તાન તરફથી સુંદરબની સેક્ટરમાં ગુરુવારે સવારે ફાયરિંગમાં એક ભારતીય સૈન્યનો જવાન શહીદ થયો છે. હુમલામાં શહીદ થનાર 24 વર્ષીય જવાનનું નામ યશપાલ છે. યશપાલ રાયફલમેન હતો.

 


આ પહેલા ગુરુવારે રાજ્યના બારામૂલા સ્થિત સોપોરમાં સુરક્ષા દળોએ નાકાબંધી કરીને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. પોલીસની નાકાબંધી દરમિયાન આતંકીઓએ હુમલો કરી દીધો હતો જેમાં એક SHO સહિત બે પોલીસકર્મીઓ ઘાયલ થઈ ગયા હતા

(2:01 pm IST)