Gujarati News

Gujarati News

News of Thursday, 21st March 2019

એપ્રિલથી રસોડાનું બજેટ વેરવિખેર થશે :સીએનજી ,પીએનજી અને એલપીજીના ભાવમાં વધારો ઝીકાશે

કુદરતી ગેસની કિંમતમાં 18 ટકા વધશે :કિંમતમાં વધારો થતા ઘરનું બજેટ બગડશે

નવી દિલ્હી :નવા નાણાંકીય વર્ષની શરૂઆતમાં ઘરનું બજેટ બગડે તેવા એંધાણ હાલ લાગી રહ્યા છે. એપ્રિલ મહિનામાં CNG, PNG અને LPGની કિંમતોમાં વધારો થઈ શકે છે.

એપ્રિલ મહિનાથી કુદરતી ગેસની કિંમતમાં 18 ટકાનો વધારો થઈ શકે છે જેની સીધી અસર CNG, PNG અને LPGની કિંમતો પર થઈ શકે છે. સૂત્રોના કહેવા પ્રમાણે, કુદરતી ગેસની કિંમતમાં આ ઉછાળો આંતરરાષ્ટ્રીય સ્તર પર વધી રહેલી ડિમાન્ડના કારણે છે.

વર્તમાન ગેસ નીતિના કારણે સરકાર દર 6 મહિને કુદરતી ગેસની કિંમતો નક્કી કરે છે. ગયા એક વર્ષમાં કિંમતો બે વખત, 5.9 ટકા તેમજ 9.8 ટકા સુધી વધી હતી. આ વર્ષે પણ આ સિલસિલો ચાલુ રહેશે તેવું દેખાઈ રહ્યું છે.

(1:49 pm IST)