Gujarati News

Gujarati News

News of Thursday, 21st March 2019

ત્રાસવાદ સામેની લડાઇમાં ભારતની કૂટનીતિને મોટી સફળતા : મસુદ અઝહર વિરૂદ્ધ યુરોપીય સંઘમાં જર્મનીએ મુક્યો પ્રસ્તાવ

સંઘમાં કુલ 28 દેશો સભ્યો :ફ્રાન્સ બાદ જર્મનીએ પણ મસૂદ વિરુદ્ધ કાર્યવાહી માટે આગળ આવ્યું

નવી દિલ્હી :જૈશનો સરગણા આતંકી મસુદ અઝહરને વૈશ્વિક આતંકી જાહેર કરવા માટે પહેલા ફ્રાન્સ,અમેરિકા અને બ્રિટને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમામ પ્રસ્તાવ રજુ કર્યો હતો. જો કે ચીને રોડા નાંખીને તમામ મહેનત પર પાણી ફેરવી નાંખ્યું. હવે જર્મની યુરોપીય સંઘમાં આ પ્રસ્તાવ રજુ કરાયો છે.જેમાં 28 સભ્ય દેશો છે.

   મળતી  માહિતી પ્રમાણે આ પ્રસ્તાવને લઇને જર્મનીએ અનેક દેશોનાં સંપર્કમાંછે. જો જર્મની પોતાનાં આશયમાં સફળ થશે તો યુરોપનાં 28 દેશોમાં મસુદ અઝહરને મુસાફરી કરવા પર પ્રતિબંધ લાગશે. જો કો વર્તમાન સમયમાં જર્મનીએ માત્ર પ્રસ્તાવ રજુ કર્યો છે. આ મામલે કોઇ પણ પ્રકારનાં સમાધાનની વાત થઇ નથી.

    સૂત્રોનાં જણાંવ્યા પ્રમાણે તમામ 28 દેશો પોતાનાં તરફથી પુરતા પ્રયત્નો કરશે કે પાકિસ્તાની આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ વિરૂદ્ધ સખત પગલા ભરે. જેને ભારતની મોટી કુટનિતી સફળતા તરીકે જોવામાં આવે છે.

થોડા દિવસો પહેલા જ ફ્રાન્સે પોતાનાં દેશમાં જૈશ પર પ્રતિબંધ લગાવ્યો હતો. તેમજ અન્ય રાષ્ટ્રોને પણ આવું કરવા જણાંવ્યું હતું

(12:37 pm IST)