Gujarati News

Gujarati News

News of Wednesday, 21st March 2018

હનીમૂન મનાવવા ગયેલી પાનીપતના બિઝનેસમેનની પુત્રીને લઈને કોંગ્રેસના નેતાનો પુત્ર ફરાર : શોધખોળ

યુવતીને લઈને ભાગી જનાર યુવકના નિકાહ 22 માર્ચે થવાના હતા.

 

નોઈડા :હનીમૂન મનાવવા ગયેલી પાણીપતના એક બિઝનેસમેનની પુત્રીને કોંગ્રેસના નેતાના પુત્ર ભગાડી જતા ચકચાર જાગી છે અંગે મળતી વિગત મુજબ લગ્ન બાદ હોટલમાં હનીમૂન મનાવવા ગયેલી પાનીપતના પ્રતિષ્ઠિત હેન્ડલૂમ બિઝનેસમેનની પુત્રીને લઈને કોંગ્રેસના નેતાનો પુત્ર ફરાર થતા યુવતીની શોધખોળ હાથ ધરાઈ છે .

 ગત સોમવારે રાતે પાનીપત-કરનાલ રોડ સ્થિત એક બેંક્વેટ હોલમાં ભવ્ય આયોજન બાદ નવ વિવાહિત યુગલ માટે કરનાલની આલીશાન હોટલમાં રાત વિતાવવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. બંને પરિવાર હેન્ડલૂમના ક્ષેત્રમાં પ્રતિષ્ઠિત નામ છે. જાણવા મળ્યું છે કે, જે યુવક યુવતીને લઈને ભાગી ગયો છે તેના નિકાહ 22 માર્ચે થવાના હતા.

   હવે સ્થિતિ બદલાતા જાનૈયાઓને નિકાહ સ્થગિત કરવાની સૂચના આપી દેવામાં આવી છે. પારિવારિક પ્રતિષ્ઠાને કારણે યુવક-યુવતીના પરિવારજનો ખૂબ આઘાતમાં છે યુવતીને નોઈડાની એક હોટલમાંથી પકડી લેવામાં આવી હતી પણ સત્તાવાર રીતે પોલીસ તરફથી કોઈ નિવેદન સામે આવ્યું નથી.

   યુવતીને કથિત રીતે ફોસલવી ફરાર થઈ જનારો યુવક મુસ્લિમ કોંગ્રેસી નેતાનો પુત્ર છે. શહેરના રાજકારણમાં દખલગિરીને કારણે ઉક્ત પરિવાર સત્તા પક્ષની ઘણી જાણીતી હસ્તીઓને પણ પકડારી ચૂક્યું છે યુવક મર્સિડીઝ કાર લઈને હોટલ પહોંચ્યો હતો જ્યાં પહેલેથી તૈયાર નવ વિવાહિત યુવતી કોઈની પરવા કર્યા વિના તેની સાથે ફરાર થઈ ગઈ. યુવતીને ભગાડનાર શખસ તેના ભાઈઓ સાથે શહેરમાં વસૂલીનું કામ પણ કરે છે. યુવતીની ઉંમર 18 વર્ષથી વધુ છે અને કાયદાકીય રીતે યુવતીને રોકી શકાય તેવી સ્થિતિ નથી

(12:25 am IST)
  • સોનિયા ગાંધીના સ્થાપિત ટ્રસ્ટ સહિત ૪૨ એનજીઓ વિરૂદ્ધ તપાસનો ધમધમાટ : વિદેશોમાંથી ફંડ મેળવવા અંગે : સોનિયા ગાંધી સ્થાપિત રાજીવ ગાંધી ચેરીટેબલ ટ્રસ્ટ સહિત ૪૨ એનજીઓ વિરૂદ્ધ વિદેશોમાંથી ફંડ મેળવવા અંગે તપાસ ચાલુ થઈ છેઃ લોકસભામાં માહિતી આપતા રાજયકક્ષાના ગૃહમંત્રી કિરણ રિજ્જુ access_time 3:40 pm IST

  • સલમાન ખાનની સાથે વીરગતિ ફિલ્મમાં કામ કરી ચુકેલી અભિનેત્રી પૂજા ડડવાલ હાલ ટીબીની બિમારી સામે જજૂમી રહી છે. માહિતી મળી છે કે, તેમના પરિવારે પણ તેનો સાથ છોડી દીધો છે. આપને જણાવી દઈએ કે પૂજાએ એક વિડીયો દ્વારા સહિયોગની અપીલ કરી હતી. ત્યારે ભોજપૂરી સ્ટાર રવિ કિશને તેના મિત્ર દ્વારા રૂપિયા અને ફળો હોસ્પિટલમાં મોકલ્યા હતા access_time 2:11 am IST

  • દિલ્હી : દ્વારકાની ઈપીએફ ઓફીસમાં બનાવટી ખાતા કૌભાંડ : કરોડો જમા કરાવ્યા : નવી દિલ્હી : કૌભાંડોની હારમાળામાં વધુ એક કૌભાંડ ઉમેરાયુ : દિલ્હીના દ્વારકા ખાતેની ઈપીએફ ઓફીસમાં ૪ કરોડ રૂપિયા બનાવટી ખાતાઓમાં જમા કરાયાની એફઆઈઆર નોંધાવાઈ : ૧ કર્મચારીની ધરપકડ થઈ access_time 3:41 pm IST