Gujarati News

Gujarati News

News of Wednesday, 21st March 2018

કનિષ્‍ક જ્વેલર્સે ૧૪ બેન્કોને ધુંબો માર્યોઃ ૮પ૪ કરોડની છેતરપિંડી

મુંબઇઃ પીએનબી કૌભાંડ બાદ દેશમાં એક બાજુ બેન્કોની ખુબ જ મોટી ભૂલો સામે આવી રહી છે. આ વખતે કૌભાંડની મુખ્ય શિકાર ભારતીય સ્ટેટ બેન્ક (એસબીઆઇ) બની છે.

પીએનબીમાં નીરવ મોદી અને મેહુલ ચોક્સીની તરફથી કરવામાં આવેલ 14,600 કરોડ રૂપિયાનાં કૌભાંડની બૂમ હજૂ સુધી થંભી નથી ત્યાં જ વધુ એક કૌભાંડ સામે આવ્યુ છે. દેશની સૌથી મોટી બેન્ક એસબીઆઇમાં સીબીઆઇને મોકલેલ ફરિયાદમાં આ કૌભાંડનો ખુલાસો કરવામાં આવ્યો છે.

એસબીઆઇની ફરિયાદ છે કે, કનિષ્ક જ્વેલર્સે 854 કરોડ રૂપિયાની છેતરપિંડી કરી છે. એસબીઆઇ એ કનિષ્ક ગોલ્ડ પ્રાઇવેટ લિમિટેડ વિરૂદ્ધ સીબીઆઇ પાસે તપાસની માંગ કરતા કહ્યું છે કે, કંપનીના દેવાનાં મામલામાં 842.15 કરોડ રૂપિયાની છેતરપિંડી થઇ છે.

મીડિયા રિપોર્ટસ અનુસાર હજૂ સુધી સીબીઆઇ એ કોઇ પણ પ્રકારની એફઆઇઆર નોંધી નથી. સીબીઆઇ તે 14 સરકારી અને ખાનગી બેન્કોમાં સામેલ મહત્વપૂર્ણ બેન્ક છે જેને આ કંપનીને 824 કરોડ રૂપિયાની પ્રિંસિપલ લોન આપી છે. એસબીઆઇ તરફથી લખેલ પત્ર અનુસાર, કનિષ્ક ગોલ્ડે વર્ષ 2007થી લોન લેવાનું શરૂ કર્યુ હતુ અને બાદમાં તેણે પોતાની ક્રેડિટની સીમા વધારી લીધી હતી.

(8:12 pm IST)