Gujarati News

Gujarati News

News of Wednesday, 21st March 2018

રેલવેમાં ભોજનનું બિલ ના આપે તો પૈસા ન આપતાઃ સરકારે આપી છૂટછાટ

નવી દિલ્હી તા. ૨૧ : ટ્રેનમાં ખાણી-પીણીના બેફામ ભાવ પર રેલવે લગામ લગાવવા જઇ રહી છે. કેટરિંગ કંપનીઓની મનમાની રોકવા માટે રેલવેએ નવી સ્કીમ લોન્ચઙ્ગ કરી છે. ટ્રેનોમાં ખાવાનું બિલ ન આપવા પર હવે તમને ખાવાનું ફ્રીમાં મળશે.આ પગલું રેલવેમંત્રી પીયૂષ ગોયલના એ નિર્દેશ પછી ઉઠાવાયું છે, જેમાં તેમણે રેલવેના એવા વેન્ડરો અને ખાવાનું આપનારા સામે કડક કાર્યવાહી કરવાનો નિર્દેશ આપ્યો હતો. રેલવે મંત્રાલયને એપ્રિલ અને ઓકટોબર વચ્ચે ઓવરચાર્જિંગની ૭૦૦૦ ફરિયાદો મળી છે.ઙ્ગ આવામાં રેલવે મંત્રાલયે ઓવર ચાર્જિંગથી બચવા માટે ૩૧ માર્ચથી જે એકસપ્રેસમાં પેન્ટ્રી કાર મોજુદ છે ત્યાં ખાવાનું લેવા પર જો કેટરિંગ કંપની બિલ આપવાનો ઇન્કાર કરે તો તમે મફત ખાવાના હકદાર હશો.

આ નવી પોલિસીની નોટિસ એ બધી ટ્રેનોમાં ૩૧ માર્ચથી લાગુ કરાશે, આ નવી યોજના યોગ્ય રીતે કામ કરી છે કે નહીં એના માટે રેલવે ઇન્સ્પેકટરોની નિમણૂક કરવામાં આવશે. જે એવાતનું ધ્યાન રાખશે કે યાત્રીઓને નક્કી કરેલા ભાવ અનુસાર રૂપિયા મળે છે કે નહીં, કે તેનું સાચુ બિલ આપવામાં આવે છે કે નહીં.

(4:48 pm IST)