Gujarati News

Gujarati News

News of Wednesday, 21st March 2018

૧૦૦ રૂપિયા દંડ લઇને ૫૦૦ રૂપિયાની હેલ્મેટ આપી પોલીસે

મૈસૂર (કર્ણાટક) તા.૨૧: ટ્રાફિકના નિયમો તોડનારા ટુ-વ્હીલર ડ્રાઇવરો પાસેથી કર્ણાટકના મૈસૂર શહેરની ટ્રાફિક-પોલીસે સોમવારે ૧૦૦ રૂપિયાનો દંડ લેવાની શરૂઆત કરી, પણ એની સાથે ૫૦૦ રૂપિયામાં મળતી હેલ્મેટ પણ ગિફટ આપી. એક કંપનીના સહયોગમાં પોલીસે આ સ્કીમ શરૂ કરી હતી. જો કે પોલીસ ૧૦૦ રૂપિયા દંડ લઇને ૫૦૦ રૂપિયાની હેલ્મેટ આપે છે ેવી જાણ થતાં યુવાનો તેમની હેલ્મેટ ઘરે મૂકીને રોડ પર ટ્રાફિકના નિયમો તોડવા લાગ્યા, કારણ કે તેમને હેલ્મેટ ગિફટ મળી રહી હતી. ટ્રાફિકના ગુના કરનારા ૧૨૦૦૦ટૂ-વ્હીલરચાલકોને આ રીતે દંડવામાં આવ્યો અને તેમને હેલ્મેટ આપવામાં આવી. જોકે એ પછી આ ઓફર બંધ કરવામાં આવી છે.

(4:02 pm IST)