Gujarati News

Gujarati News

News of Wednesday, 21st March 2018

પાંચ ટકા ભારતીયો જમાવી શકે છે પોતાનો બિઝનેસ

નવી દિલ્હી તા.ર૧ : વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશમાં યુવાનોને નોકરી માગનારા નહી પણ નોકરી આપનારા બનાવવા માંગે છે, પણ આપણા દેશમાં માત્ર પાંચ ટકા લોકો જ પોતાનો બિઝનેસ જમાવવા સફળ થાય છે. એમ એક સ્ટડીમાં જાણવા મળ્યું છે. ગાંધીનગરમાં આવેલી ઓન્ટ્રપ્રનરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટયુટ ઓફ ઇન્ડિયાએ૧૮ થી ૬૪ વર્ષના આશરે ૩૪૦૦ લોકોને આ સ્ટડીમાં ગ્લોબલ સામેલ કર્યા હતા. ગ્લોબલ ઓન્ટ્રપ્રનરશિપ મોનિટર ઇન્ડિયા રિપોર્ટ, ર૦૧૬-૧૭માં જણાવવામાં આવ્યું છે કે દેશમાં ૧૧ ટકા લોકોને પોતાનો બિઝનેસ ડેવલપ કરવો છે અને તેઓ વ્યવસાય શરૂ પણ કરે છે. છતાં એમાંથી માત્ર પાંચ ટકા લોકો જ તેમના વ્યવસાયને સફળ રીતે આગળ વધારી શકે છે. બિઝનેસ બંધ કરવાનાં કારણોમાં ૧.૩ ટકા લોકો સરકારી અડચણોને કારણે એને આટોપી લે છે. સાત ટકા લોકો નાણાભીડને કારણે તેમનો વ્યવસાય બંધ કરે છે, જયારે ૬.પ ટકા લોકો પોતાનાં પર્સનલ કારણોસર બિઝનેશ બંધ કરે છે.

(3:58 pm IST)