Gujarati News

Gujarati News

News of Wednesday, 21st March 2018

તામિલનાડુમાં ભાજપ ઓફીસની સામે જ ભાજપના નેતાની કાર ઉપર પેટ્રોલ બોંબ ફેંકાયો

કોઇમ્બતુર જિલ્લાના ચિથાપુડુરમાં ભાજપ ઓફીસની બહાર ભાજપના જિલ્લા મંત્રીની મોટર ઉપર આજે સવારે પેટ્રોલ બોંબ ફેંકાતા ભારે હલચલ મચી ગઇ છે. આ ઘટના સીસીટીવીમાં ઝડપાઇ ગઇ છે. હજુ સુધી જાનમાલના નુકશાનના ખબર આવ્યા નથી. આ પહેલા પણ આવી જ ઘટના બનેલ તેમાં બે યુવાનો ભાજપ કાર્યાલય બહાર ઉભેલ રીક્ષાની પાછળથી આવતા અને બોંબ ફેંકતા નજરે પડેલ.

(11:43 am IST)