Gujarati News

Gujarati News

News of Wednesday, 21st March 2018

માઉન્ટ એવરેસ્ટ સર કરો, સરકાર ૧૦ લાખ સુધીની સહાય આપશે

ગુજરાતના પર્વતારોહકોને પ્રોત્સાહિત કરવાની યોજના : માઉન્ટ એવરેસ્ટની ઉંચાઇ ૮૮પ૦ મીટર

રાજકોટ, તા. ર૧ :  ગુજરાત સરકારે માઉન્ટ એવરેસ્ટ અને વિશ્વના દુર્ગમ પહાડો સર કરનારા સાહસિકોને આર્થિક સહાય આપવાનો નિર્ણય કર્યો છે. આ અંગે રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ દ્વારા તા.  ૧૬ માર્ચ ર૦૧૮ના દિવસે ઉપસચિવ જીતેન જોષીની સહીથી પરિપત્ર પ્રસિધ્ધ કરવામાં આવ્યો છે. આઇ.એમ. એફ. પ્રમાણિત કલાઇમ્નીંગ શિખર પર સર કરનારને સહાય મળવા પાત્ર થશે.

 

ઉંચાઇના પ્રમાણના આધારે પ૪૦૦ મીટરથી ૮૦૦૦ મીટર સુધીના સહાયના વિવિધ ધોરણો નક્કી કરવામાં આવ્યા છે. સહાયની રકમ રૂ. પ૦હજારથી ૧૦ લાખ સુધીની છે. એશિયા સિવાઇના અન્ય ખંડોમાં પ્રમાણિત સૌથી ઉંચા શિખર સર કરનારને નિયત સહાય ઉપરાંત વધારાની ૧ લાખની સહાય અપાશે પસંદગી માટે વિભાગના સચિવની અધ્યક્ષતામાં સમિતિ નિર્ણય લેશે.  પરિપત્રમાં જણાવાયું છે કે ગુજરાતના વતની સેવા સાહસવીરો દ્વારા માઉન્ટ એવરેસ્ટ તથા વિશ્વના દુર્ગભ પહાડો સર કરવામાં ખુબ જ ખર્ચ આવે. જેથી સામાન્ય આર્થિક સ્થિતિ ધરાવતા સહાસવીરો માટે આટલી મોટી રકમની વ્યવસ્થા કરવી મુશ્કેલ હોય છે તેથી અનેક સહાસવીરો નાણાકીય મુશ્કેલીના કારણે સાહસલક્ષી પ્રવૃત્તિઓ કરી શકતા નથી. તેથી તેમનો સરકાર સહાય કરેશ.

સાહસવીર ગુજરાતનો વતની હોવો જોઇએ. સાહસવીરની વુધમાં વધુ વયમર્યાદા ૪પ વર્ષની હોવી જોઇએ. ઇન્ડીયન માઉન્ટેરીયન ફાઉન્ડેશન માન્ય સંસ્થામાંથી માઉન્ટેનીયરીંગના એડવાન્સ કોર્ષમાં ઓછામાં ઓોઅ ''B'' ગ્રેડ સાથે પૂર્ણ કરેલા હોવા જોઇએ. ગુનાહિત રેકોર્ડ ધરાવતા ન હોવા જોઇએ. દુર્ગમ પહાડો ઉપર રાષ્ટ્રીય કક્ષાના ખડક ચઢાણ શિબિર માટે સાહસવીરે શારીરિક રીતે સક્ષમ હોવા અંગેનું ફીટનેશ પ્રમાણપત્ર રજુ કરવાનું રહેશે.

વધુ માહિતી માટે રમતગમત યુવા સાંસ્કૃતિક પ્રવૃતિ વિભાગ, બ્લોક નં.ર, ૮ મો માળ, નવા સચિવાલય ગાંધીનગર ફોન નં. ૦૭૯-ર૩રપ૧૩૭૩ ઉપર સંપર્ક સાધી શકાય છે.

(11:39 am IST)