Gujarati News

Gujarati News

News of Wednesday, 21st March 2018

'આપ'ના જેટલા નેતા સામે ફરિયાદ કરી છે તે બધા માફી માગેઃ અરૂણ જેટલી

કેજરીવાલની માફી માગવાની ઓફરને લાત મારતા નાણામંત્રીઃ કહ્યું કે એક નહિ બધા પગે પડો!!

નવી દિલ્હી તા. ૨૧ : બદનક્ષીના કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ભલે અકાલી નેતા વિક્રમ મજીઠીયા, ભાજપ નેતા નીતિન ગડકરી અને કોંગ્રેસ નેતા કપિલ સિબ્બલે માફ કરી દીધા હોય પરંતુ ભાજપાના દિગ્ગજ નેતા અને દેશના નાણામંત્રી અરુણ જેટલીએ તેમને સરળતાથી માફી આપવાનો ઇનકાર કરી દીધો છે.

 

એવું કહેવામાં આવે છે કે કેજરીવાલે રાજયસભાના આપના સંસદઙ્ગ ગુપ્તાને અરુણ જેટલીનું મન તપાસવા માટે મોકલેલ હતા. કેજરીવાલ જાણવા માંગતા હતા કે જો તેઓ માફી માગે તો શું જેટલી બદનક્ષીનો કેસ પાછો ખેંચી લેશે ખરા?ઙ્ગ

 

જોકે અરૂણ જેટલીએ કહ્યું હતું કે કેજરીવાલની માફી તો જ સ્વીકારશે જયારે આપ પક્ષના તમામ નેતા મારી માફી માગે, જેના જેના વિરુદ્ઘ તેમણે કેસ દાખલ કર્યા છે.

અત્રે એ વાત બતાવી દઈએ કે અરુણ જેટલીએ આપના રાજયસભાના સાંસદ સંજય સિંહ, બીજા નેતા આશુતોષ ઉપર પણ કેસો દાખલ કર્યા છે. હવે જોવાનું રહ્યું કે કોર્ટ કચેરીના ચક્કર કાપવામાંથી ઉગરવા માટે કેજરીવાલ પોતાના સાથીદારોને કઈ રીતે મનાવે છે.

કેજરીવાલ અને તેમના પક્ષના નેતાઓએ અરુણ જેટલી ઉપર દિલ્હી ક્રિકેટ એસોસીએશનના અધ્યક્ષ પદે તેઓ હતા ત્યારે ભ્રષ્ટાચાર કરવાનો આરોપ લગાવ્યો છે. જવાબમાં જેટલીએ કેજરીવાલ અને તેમના આઠ સાથીદારો ઉપર બદનક્ષીનો કેસ ઠપકારી દીધો છે. ઉપરાંત સિવિલ કેસ પણ એક ઠપકાર્યો છે.ઙ્ગ કેજરીવાલના ધારાશા સ્ત્રી રામ જેઠમલાણીની દલીલો દરમિયાન જેટલી માટે અપશબ્દોનો પ્રયોગ કર્યા પછી એક વધુ કેસ પણ અદાલતમાં દાખલ કરી દેવામાં આવ્યો છે.(૨૧.૧૪)

 

(11:03 am IST)