Gujarati News

Gujarati News

News of Wednesday, 21st March 2018

ઇરાકમાં 39 ભારતીયોના મોત પર વડાપ્રધાને દુઃખ વ્યક્ત કર્યું : મોદીઅે કહ્યું બચાવવા દરેક પ્રકારના પ્રયાસો કર્યા

સરકાર વિદેશમાં પણ ભારતીયોની સુનિશ્ચિત કરવા માટે સંપૂર્ણ રીતે કટિબ્દ્ધ

 

નવી દિલ્હી :ઇરાકમાં બંધક બનાવવામાં આવેલ 39 ભારતીયોનાં મોત પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દુઃખ વ્યક્ત કર્યું છે.અને કહ્યું કે MEA ભારતીયોને બચાવવા માટે દરેક પ્રકારનાં પ્રયાસો કર્યા હતાં મૃતકોનાં પરિવાર સાથે દરેક ભારતીયો એક સાથે ઊભા છે. તેઓએ જણાવ્યું કે સરકાર વિદેશમાં ભારતીયોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે સંપૂર્ણ રીતે કટિબદ્ધ છે.

   પ્રધાનમંત્રી મોદીએ એક પછી એક ટ્વિટ કરીને કહ્યું કે,"પ્રત્યેક ભારતીય લોકોનાં દુઃખમાં શામેલ છે કે જેઓએ મોસુલમાં પોતાનાં પ્રિયજનોને ગુમાવી દીધાં છે. અમે બધાં શોકમગ્ન પરિવારનાં સાથે છીએ અને મોસુલમાં ભારતીયોને પ્રત્યે અમે સન્માન પ્રગટ કરીએ છીએ."

પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું કે,"વિદેશ મંત્રાલય અને ખાસ તોર પર મારા સહકર્મી સુષ્મા સ્વરાજજી અને જનરલ વી કે સિંહજીએ મોસુલમાં મુખ્ય ભારતીયોનાં વિશે તપાસ કરવા અને એમને સુરક્ષિત પરત લાવવામાં કોઇ પણ પ્રકારનાં પ્રયાસ અધૂરા નથી રાખ્યાં. તેઓએ કહ્યું કે સરકાર વિદેશમાં પણ આપણાં ભાઇ-બહેનોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે સંપૂર્ણ રીતે કટિબ્દ્ધ છે."

ઉલ્લેખનીય છે કે રાજ્યસભામાં એક વ્યક્તવ્યમાં વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે 39 લાપતા ભારતીયોનાં મોતની પુષ્ટિ કરી અને કહ્યું કે ઇરાકી અધિકારીઓએ 38 લોકોનાં ડીએનએનાં નમૂનાને મેળવ્યાં છે.

39માં વ્યક્તિનાં ડીએનએનાં 70 ટકા લોકોનું મિલન થઇ શક્યું. બાદમાં સંવાદદાતા સંમેલનમાં તેઓએ સવાલોનાં જવાબ નથી આપ્યાં કે જેમાં એમને એવું પૂછવામાં આવ્યું કે ક્યારે ભારતીયોની હત્યા કરવામાં આવી.

(12:00 am IST)