Gujarati News

Gujarati News

News of Wednesday, 21st March 2018

પદ્મ પુરષ્કાર મેળવનારી 43 હસ્તીઓને રાષ્ટ્રપતિએ કર્યા સન્માનિત

ઉપ રાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુ, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, લોકસભા સ્પીકર સુમિત્રા મહાજન, કેન્દ્રિય મંત્રી સહિતના ઉપસ્થિત રહ્યાં

 

નવી દિલ્હી :રાષ્ટ્રપતિ ભવનમાં આજે સાંજે યોજાયેલા કાર્યક્રમમાં પદ્મ પુરષ્કાર મેળવનારા 43 હસ્તીઓને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સન્માનિત કર્યા હતા રાષ્ટ્રપતિએ જાણીતા સંગીતકાર ઈલૈયારાજા, હિંદુત્વ વિચારક પરમેશ્વરન પરમેશ્વરન અને 41 અન્યોને સર્વોચ્ચ નાગરિક સન્માનોમાંથી એક પદ્મ પુરસ્કારથી સન્માનિત કર્યા હતા પહેલા સોમવારે ગૃહમંત્રી રાજનાથ સિંહએ તમામ 43 લોકો માટે ડિનરની યજમાની કરી હતી.

   રાષ્ટ્રપતિ ભવનના દરબાર હોલમાં થયેલા કાર્યક્રમમાં ઉપ રાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુ, વડાપ્રધાન નરેન્દ્રભાઈ  મોદી, લોકસભા સ્પીકર સુમિત્રા મહાજન, કેન્દ્રિય મંત્રી સહિત ઘણા ગણમાન્ય લોકોએ હાજરી આપી હતી
  અત્રે ઉલ્લેખનીય છે કે, પુરસ્કાર વિજેતાઓના નામની જાહેરાત પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યા પર થઈ જાય છે, પરંતુ રાષ્ટ્રપતિ દ્વારા તેમને સન્માનિત બાદમાં કરવામાં આવે છે. પદ્મ પુરસ્કાર ત્રણ કેટેગરીમાં આપવામાં આવે છે.

  વર્ષે ગરીબોની સેવા કરનારા, મફત શિક્ષણ આપતી સ્કૂલ સંચાલિત કરનારા અને વૈશ્વિક સ્તર પર જનજાતીય કલાકારો બનાવનારી ઘણી હસ્તીઓને પદ્મ પુરસ્કાર માટે પસંદ કર્યા છે.

          પદ્મ વિભૂષણ

1. ઈલૈયારાજા (તમિલનાડુ), કળા અને સંગીત ક્ષેત્રમાં

2. ગુલામ મુસ્તફા ખાન (મહારાષ્ટ્ર), કળા અને સંગીત

3. પરમેશ્વરન પરમેશ્વરન (કેરળ), સાહિત્ય અને શિક્ષણ

             પદ્મ ભૂષણ

1. પંકજ અડવાણી (કર્ણાટક), સ્પોર્ટ્સ-બિલિયર્ડસ

2. ફિલપોસ માર ક્રિસોસ્ટમ (કેરળ), અન્ય

3. મહેન્દ્ર સિંહ ધોની (ઝારખંડ), સ્પોર્ટસ-ક્રિકેટ

3.અલેક્ઝાન્ડર કદાકિન (મરણોપરાંત-રશિયા), પબ્લિક અફેર્સ

5. રામચંદ્રન નાગાસ્વામી (તમિળનાડુ), અન્ય

6. વેદ પ્રકાશ નંદા (અમેરિકા), સાહિત્ય તેમજ શિક્ષણ

7. લક્ષ્મણ પેઈ (ગોવા), કળા-પેઈન્ટિંગ

8. અરવિંદ પારિખે (મહારાષ્ટ્ર), કળા-સંગીત

9. શારદા સિંહા (બિહાર), કળા-સંગીત

(9:26 am IST)