Gujarati News

Gujarati News

News of Wednesday, 21st March 2018

દુનિયાના અંતિમ સફેદ ગેન્‍ડા સુડાનનું મોતઃ હવે માત્ર માદા ગેન્‍ડા જીવિત રહ્યાઃ સફેદ ગેન્‍ડાની ઘટતી સંખ્‍યા ચિંતાજનક

સહારાઃ દુનિયાના અંતિમ સફેદ નર ગેન્‍ડાનું બિમારીના કારણે મોત થતા જીવદયાપ્રેમીઓમાં અરેરાટી વ્‍યાપી ગઇ છે.  હવે માત્ર બે માદા ગેન્‍ડા જ જીવીત રહ્યા છે. સફેદ ગેન્‍ડાની સંખ્‍યામાં ઘટાડો થતા ભારે ચિંતા પ્રસરી રહી છે.

 

કેન્યામાં વન્યજીવોની રક્ષા કરનારી સંસ્થા આ નર ગેન્ડાની દેખરેખ રાખતી હતી.

સંસ્થાનાં જણાવ્યા અનુસાર હવે દુનિયાભરમાં માત્ર બે ઉપ પ્રજાતિયો જીવિત બચી છે.

કેન્યાની ઓલ પેજેતા કન્સર્વેસીનાં જણાવ્યા અનુસાર, 'દુનિયાનાં અંતિમ ઉત્તરી સફેદ ગેન્ડા 'સૂડાન'નું 19 માર્ચનાં રોજ નિધન થઇ ગયુ છે તેની ઉંમર 45 વર્ષ છે.'

સુડાનનાં પગમાં પસ થઇ ગયુ હતું જેનો ઇલાજ ચાલી રહ્યો હતો. તે નૈરોબીથી 250 કિલોમીટર દૂર સ્થિત ઓલ પેજેતા કન્સર્વેન્સીમાં આ જ પ્રજાતિની બે

કન્સર્વેન્સીનાં કર્મચારીઓએ સૂડાનને પ્રાકૃતિક રીતે માદા ગેન્ડા સાથે મેટિંગ કરાવવાનો ખુબ પ્રયાસ કર્યો હતો. જેથી કરીને આ પ્રજાતિને બચાવી શકાય. પણ તેઓ સફળ નહોતા રહ્યાં. જે બાદ ગત વર્ષે ડેટિંગ એપ ટિન્ડર પર પણ સૂડાનની પ્રોફાઇલ બનાવવામાં આવી. જેની મદદથી સૂડાનની ફર્ટિલિટી સૂડાનને પાછળનાં ડાબા પગમાં વાગવાને કારણે પસ થઇ ગયુ હતું જે ધીરે ધીરે તેનાં શરીરમાં ફેલાઇ રહ્યું હતું. પણ ઉઓલ પેજેટનાં સ્ટીફન ગુલુ જે સૂડાનનો કેર ટેકર હતો તેણે કહ્યું કે, પેનકિલર્સ અને એન્ટીબાયોટિક્સ દ્વારા તેનાં ઘામાં ઘણી હદે સુધારો હતો. અને સૂડાન સ્વસ્થ થઇ રહ્યો હતો.

આફ્રિકાનાં સહારામાં હજારો દક્ષિણી સફેદ ગેન્ડા હાજર છે પણ શિકાર થવાને કારણે સફેદ ગેન્ડાની સંખ્યા ઝડપથી ઘટી રહી છે.

શિકારી ઉત્તરી સફેદ ગેન્ડાનાં શિંગડા 50,000 ડોલર પ્રતિ કિલોગ્રામનાં ભાવે વેચાય છે. શિકારને કારણે તેની સંખ્યામાં ભારે ઘટાડો આવ્યો હતો વર્ષ 1990માં તેની સંખ્યા 400 જ રહી હતી. અને હાલમાં તેઓ માત્ર ત્રણ જ હતાં. જેમાંથી એક નર અને બે માદા. હવે નર ગેન્ડાનું નિધન થઇ ગયુ છે. વર્ષ 1970માં સફેદ ઉત્તરી ગેન્ડાની સંખ્યા 20,000 હતી.

(5:51 pm IST)