Gujarati News

Gujarati News

News of Sunday, 21st February 2021

અર્થતંત્રને પાટા પાર ચડાવવા સૌથી મોટા મુસ્લિમ દેશ ગણપતિ બાપાના શરણે : ઇન્ડોનેશિયાની ચલણી નોટ પર ગણપતિની તસ્વીર

આર્થિક નિષ્ણાંતોનું માનવું હતું કે, આનાથી અર્થવ્યવસ્થા ફરીથી મજબૂત થઈ જશે અને બાદમાં આવું જ કંઈક જોવા પણ મળ્યું

નવી દિલ્હી ; ભારતની કરન્સી ઉપર કોઈ ભગવાનની છબી હોય તો આશ્ચર્ય થાય નહીં પરંતુ કોઈ મુસ્લિમ દેશની કરન્સી ઉપર ભારતીય ભગવાનની છબી હોય તો આશ્ચર્ય થાય તે સ્વભાવિક છે. પરંતુ અમે તમને કહીશું કે, વિશ્વના સૌથી મોટા મુસ્લિમ કરન્સી ઉપર આપણા ગણપતિ બિરાજમાન છે, તો તમારા મનમાં ચોક્કસ રીતે પ્રશ્ન ઉદ્દભવે કે કેમ? શું કારણ છે કે, મુસ્લિમ દેશે ગણપતિ બાપાને  તેમના પૈસા ઉપર સ્થાન આપી દીધું.

ઈન્ડોનેશિયાનીકરન્સીને રૂપિયાહ કહેવામાં આવે છે. અહીંની 20 હજારની નોટ પર ભગવાન ગણેશની તસ્વીર જોવા મળશે. હકિકતમાં ભગવાન ગણેશને આ મુસ્લિમ દેશમાં શિક્ષા, કળા અને વિજ્ઞાનના દેવતા માનવામાં આવે છે. ખાસ વાત એ છે કે, ઈન્ડોનેશિયામાં અંદાજે 87.5 ટકા વસ્તી ઈસ્લામ ધર્મ પાળે છે, જ્યારે માત્ર 3 ટકા વસ્તી જ હિંદૂઓની છે.

ન્ડોનેશિયાની આ 20 હજાર રૂપિયાયની નોટ પર સામેની બાજુમાં ભગવાન ગણેશની તસ્વીર છે, જ્યારે પાછળના ભાગમાં ક્લાસરૂમનો ફોટો છપાયેલો જોવા મળે છે. જેમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો જોવા મળે છે.

હકિકતમાં કેટલાંક વર્ષો પહેલા ઈન્ડોનેશિયાની અર્થવ્યવસ્થા ખરાબ રીતે પાટા પરથી ઉતરી ગઈ હતી. જે બાદ ત્યાં 20 હજાર રૂપિયાની એક નવી નોટ રજૂ કરવામાં આવી હતી. જેમાં ભગવાન ગણેશની તસ્વીરને છાપવામાં આવી હતી. આ તસ્વીર છાપવા પાછળ આર્થિક નિષ્ણાંતોનું માનવું હતું કે, આનાથી અર્થવ્યવસ્થા ફરીથી મજબૂત થઈ જશે અને બાદમાં આવું જ કંઈક જોવા પણ મળ્યું હતું.

(11:40 pm IST)