Gujarati News

Gujarati News

News of Sunday, 21st February 2021

સોનુ ખરીદવાનો ઉત્તમ અવસર : ભાવમાં એકધારો ઘટાડો : ઉંચી સપાટીએથી 10 હજારનું ગાબડું : ચાંદીમાં પણ કડાકો

વૈશ્વિક બજારોમાં યુએસ બોન્ડ યીલ્ડમાં ઉછાળા વચ્ચે સોનામાં આ અઠવાડિયે તીવ્ર ઘટાડો

અમદાવાદ : સોનાની કિંમત 8 મહિનાના નીચલા સ્તરે પહોંચી છે. ચાલુ અઠવાડિયે 1200 રૂપિયાનો કડાકો બોલ્યો છે અને શુક્રવારે સોનાના ભાવ 46,130 પ્રતિ 10 ગ્રામ પર રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2020 માં 25% થી વધુના વધારા પછી આ વર્ષે સોનાના ભાવમાં ઝડપથી સુધારો થયો છે. 8 મહિનામાં સોનાના ભાવમાં 10 હજાર રૂપિયાથી વધુનો ઘટાડો થયો છે. આ પહેલા ઓગસ્ટમાં સોનું તેની સર્વાધિક ઊંચાઇ 56 હજાર રૃપિયાની ટોચે પહોંચી ગયું હતું.

મુંબઇના એક વેપારીએ કહ્યું કે ઝવેરીઓ તહેવાર અને લગ્નની સિઝન માટે ઈન્વેન્ટરી બનાવવા માટે ઉત્સુક હોય છે. વૈશ્વિક બજારોમાં યુએસ બોન્ડ યીલ્ડમાં ઉછાળા વચ્ચે સોનામાં પણ આ અઠવાડિયે તીવ્ર ઘટાડો થયો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું 1,791 યુએસ ડોલર પર પહોંચી ગયું છે. Global futures price comex પર સોનું 1,784 ડોલર પ્રતિ ઔંસ છે. હાલ, સોનું 1800 ડોલર પ્રતિ ઔંસ નીચે આવી ગયું છે

નિષ્ણાતો માને છે કે જો તમારે સોના-ચાંદીની ખરીદી કરવી છે, તો આ યોગ્ય સમય હોઈ શકે છે. ઘણા વિશ્લેષકો કહે છે કે સોનાના ભાવમાં ઘટાડો થવાને કારણે જબરદસ્ત ખરીદી થઈ શકે છે. તે ગ્રાહકોને આકર્ષિત કરી રહ્યું છે. તેઓએ ચાલુ વર્ષે સોના અને નીચા વ્યાજ દરમાં નાણાકીય નીતિ ચાલુ રાખવાનો લાભ લેવો જોઈએ. આ વર્ષે સોના છેલ્લા કેટલાક મહિનામાં 10 હજાર રૂપિયા સસ્તી થઈ છે. કોરોના કટોકટીમાં તે 55 હજાર રૂપિયાના સ્તરે પહોંચ્યું હતું. નિષ્ણાતો કહે છે કે કોરોના રસીકરણની શરૂઆત થયા પછીથી સોનાના ભાવમાં સતત ઘટાડો થયો છે. રસીકરણ પછી આર્થિક પ્રવૃત્તિમાં ઝડપ વધવાની અપેક્ષા છે.

(7:13 pm IST)