Gujarati News

Gujarati News

News of Sunday, 21st February 2021

રાજ્યની 6 મહાનગરપાલિકા સરેરાશ કુલ મતદાન 42 ટકા મતદાન

અમદાવાદમાં 37.81 ટકા,ભાવનગરમાં 43.66 ટકા,જામનગરમાં 49.64 ટકા, રાજકોટમાં 45.74 ટકા , સુરતમાં 42,11 ટકા અને વડોદરામાં 42.82 ટકા મતદાન

રાજ્યની 6 મહાનગરપાલિકા સરેરાશ કુલ મતદાન 42 ટકા મતદાન  થયું છે પ્રાથમિક અહેવાલ મુજબ અમદાવાદમાં 37.81 ટકા,ભાવનગરમાં 43.66  ટકા,જામનગરમાં 49.64 ટકા, રાજકોટમાં  45.74 ટકા , સુરતમાં 41.11 ટકા અને વડોદરામાં 42.82 ટકા મતદાન થયું છે

અમદાવાદઃ અમદાવાદ સહિત 6 મનપાની ચૂંટણીઓ માટે રવિવારે મતદાનયોજાઇ ગયું. સવારથી લઇ છેક સાંજ સુધી મતદાન કેન્દ્રો પર મતદારોની પાંખી હાજરી જોવા મળતી હતી. ઓછુ મતદાન થવાની ભીતીથી ભાજપ-કોંગ્રેસ બંનેનું પ્રેશર વધી ગયું હતું.

 સાંજે 5 વાગ્યા સુધી 34 ટકાની આસપાસ રહેલું મતદાન પૂર્ણતાના આરે એચાનક 41 ટકાનીઉપર પહોંચી ગયું. તેથી લોકોમાં છેલ્લી ઘડીએ મતદાનની ટકાવારીમાં અચાનક વધારો થઇ ગયો. જો કે દરેક વખતની જેમ ચૂંટણી પંચ દ્વારા અંતિમ પરિણામ ચકાસણી અને કરેક્શન પછી જાહેર કરાતા તફાવત જોવા મળતો જ હોય છે. ગત 2015ની ચૂંટણીમાં 45.7 ટકા મતદાન થયું હતું

સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પૈકી મનપાની ચૂંટણીઓ સપન્ન થઇ ગઇ. જેમાં 575 બેઠકો માટે 2276 ઉમેદવારોનું ભાવિ ઇવીએમમાં કેદ થઇ ગયું. હવે મંગળવારે 23 ફેબ્રુઆરીએ તેમના ભાવિનો ફેસલો પણ થઇ જશે.ગણતરીની મિનિટોમાં કઇ રીતે આટલું મતદાન થઇ ગયું. પ્રાપ્ત આંકડા મુજબ સાંજે 5 વાગે સરેરાશ મતદાન 35. ટકા, તે 5.30 કલાકે વધીને 39 ટકા અને 6 વાગે 41.38 ટકા થઇ ગયું.

આજે રવિવારે ગુજરાતની છ મહાનગરપાલિકાની ચૂંટણી માટે મતદાન થયું હતું. સાંજે છ વાગ્યે સરેરાશ મતદાન ૪૧.૨૧% નોંધાયું છે. જામનગરમાં ૪૯.૬૪ ટકા, ભાવનગરમાં ૪૩.૬૬ ટકા, રાજકોટમાં ૪૫.૭૪ ટકા, વડોદરા ૪૨.૮૨ ટકા, સુરત ૪૧.૧૭ ટકા અને અમદાવાદમાં ૩૭.૫૧ ટકા મતદાન નોંધાયું છે.

 સાંજે 5 વાગ્યા સુધી સરેરાશ મતદાન 33.54% નોંધાયું છે. જામનગરમાં ૩૮.૭૫ ટકા, ભાવનગરમાં ૩૮.૫૭ ટકા, રાજકોટમાં ૩૭.૧૦ ટકા, વડોદરા ૩૫.૩૪ ટકા, સુરત ૩૪.૯૬ ટકા અને અમદાવાદમાં ૩૦.૪૯ ટકા મતદાન નોંધાયું હતું

6 વાગ્યા સુધી સરેરાશ મતદાન

  • અમદાવાદ          37.81                               
  • રાજકોટ               45.74                              
  • સુરત                   42.11                         
  • વડોદરા               42.84                     
  • ભાવનગર            43.66                          
  • જામનગર             49.64               
(7:03 pm IST)