Gujarati News

Gujarati News

News of Sunday, 21st February 2021

હવે મંગળ ઉપર પગ મુકવા માટે ભારતની તૈયારી : મંગળયાન-2 મિશન લેન્ડિગ નહીં 'ઓર્બિટર હશે.

નાસા બાદ હવે ઇસરો પણ લાલગ્રહના મંગલ મિશન માટે સજ્જ

ભારત આજે દરેક ક્ષેત્રમાં આગળ આવી રહ્યું છે. બિઝનેસ હોય કે ટેકનોલોજી કંઈપણ હોય ભારત દિવસેને દિવસે આગળ વધી રહ્યું છે. વિકાસશીલ દેશોની તુલનામાં ભારત પણ ઘણી પ્રગતી કરી રહ્યું છે. નાસા બાદ હવે ઇસરો પણ લાલગ્રહના મંગલ મિશન માટે સજ્જ થઈ ગયું છે. ભારતનું આગામી મંગળયાન-૨ મિશન લેન્ડિગ નહીં પણ 'ઓર્બિટર હશે.

 આ અવકાશયાનને ભ્રમણકક્ષામાં મોકલવામાં આવશે. મંગળ પર ખૂબ મુશ્કેલ ઊતરાણ પણ નાસાએ સફળ કરી બતાવ્યું છે. જેમાં મુળ ભારતીય વૈજ્ઞાનિક સ્વાતિ મોહનની મુખ્ય ભૂમિકા ગૌરવપૂર્ણ વાત છે. નીલાગ્રહ તરીકે જાણીતા પુથ્વી ગ્રહ સિવાયના પણ સૌર મંડળના અન્ય ગ્રહ પર માનવ જીવનની શોધ માટે વૈજ્ઞાનિકો પ્રયાસ કરી રહ્યા છે.

જીવનથી દુર એક જીવનના સંશોધન માટે તાજેતરમાં 'લાલગ્રહ' પર અમેરિકી અંતરીક્ષ એજન્સી નાસાએ મીની હેલીકોપ્ટર સાથેના રોવરનું સફળ લેન્ડિંગ કરાવ્યું છે. નાસાની આ ઐતિહાસિક સફળતા બાદ હવે ભારતીય અંતરીક્ષ અનુસંધાન સંગઠન ઇસરો પણ મંગળ પર પગ મુકવા સજ્જ થયું છે.

ભારતનું આગામી મંગળયાન-૨ મિશનની તૈયારીઓ થોડા સમયમાં થઇ જશે. ભારતના આ મિશનમાં લેન્ડિગ નહીં પણ ઓર્બિટરનો સમાવેશ હશે એટલે કે ભારત નાસાની જેમ મંગળ પર અવકાશયાનનું લેન્ડિગ નહીં કરાવે પણ મંગળની ભ્રમણકક્ષામાં તરતો મુકશે. ઇસરોના અધ્યક્ષ કે સિવાને નાસાને શુભેચ્છા પાઠવતાં જણાવ્યું કે, મંગળ પર અવકાશયાનનું ઊતરાણ ખુબ મુશ્કેલ છે. પરંતુ નાસાના વૈજ્ઞાનિકોએ આ મિશનને સફળ કરી બતાવ્યું જેમાં મુળ ભારતીય વૈજ્ઞાનિક સ્વાતિ મોહનની મહત્વની ભૂમિકા દેશ માટે ગૌરવપૂર્ણ વાત છે. ભારતીય મુળના અમેરિકી વૈજ્ઞાનિકો વિદેશમાં રહી જે અવકાશ સંશોધનો કરી રહ્યા છે. તે ખરેખર પ્રસંશનીય છે

(12:38 am IST)