Gujarati News

Gujarati News

News of Friday, 21st February 2020

ટ્રમ્પના ભારત પ્રવાસ પહેલા RSSની સરકારને ચેતવણી: ડેરી ઉદ્યોગને 10 હજાર અબજનું નુકશાન થવાની શક્યતા

સ્વદેશી જાગરણ મંચે કહ્યું ભારતમાં દુધ શાકાહારી આહાર: અમેરિકા આ શરત હટાવવા ઇચ્છુક

 

નવી દિલ્હી : અમેરિકાના રાષ્ટ્રપતિ બે દિવસના ભારત પ્રવાસે આવી રહ્યા છે. ભારતને આશા છે કે પ્રવાસના કારણે બન્ને દેશના વ્યાપારિત સંબંધો વધારે મજબુત થશે. જો કે અમેરિકાએ પહેલા સ્પષ્ટ કહી દીધુ છે કે, તે ભારત સાથે અત્યારે કોઈ વ્યાપારિક સમજુતી નહી કરે.

  બીજીતરફ રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ (RSS)ના આર્થિક એકમે કેન્દ્ર સરકારને સ્પષ્ટ ચેતવણી આપતા રહ્યું છેકે, તેઓ અમેરિકા સાથે કોઈ પણ એવો કરાર કરે જેની ભારતમાં ધાર્મિક સ્વીકાર્યતા હોય. RSSની ચેતવણી બાદ ભારતના 10,000 અબજ રૂપિયાની ડેરી ઉદ્યોગને નુકશાન થવાની શક્યાતા છે.

  સ્વદેશી જાગરણ મંચ સહ સમન્વયક અશ્વિની મહાજને તેમા ધાર્મિક દ્રષ્ટીકોણ જોડતા કહ્યું કે, ભારતમાં દુધ શાકાહારી આહાર છે. અમેરિકી પ્રશાસનની માંગ છે કે, ભારતે શર્ત હટાવવી જોઈએ કે, માત્ર શાકાહારી ગાયોના દુધની આયાત કરી શકાય છે. અમેરિકામાં ગાયને માંસ આપવામાં આવે છે અને ગાયના દુધની આયાત પર પ્રતિબંધ છે

(11:43 pm IST)