Gujarati News

Gujarati News

News of Friday, 21st February 2020

તાલિબાન સાથે ર૯ ફેબ્રુઆરીના થશે સમજૂતીઃ અમેરિકી વિદશે મંત્રી માઇક પોમ્‍પિયો

અમેરિકી વિદેશમંત્રી માઇક પોમ્‍પિયોએ કહ્યું છે કે  અફઘાનિસ્‍તાનમાં શાંતિ બહાલી માટે  અમેરિકા અને  તાલિબાન વચ્‍ચે ર૯ ફેબ્રુઆરીના સમજુતી થઇ શકે છે.  અમેરિકી વિદેશ મંત્રીએ સાઉદી અરબની યાત્રા પછી આપેલ એક નિવેદનમાં કહ્યું કે તાલિબાનના પ્રવકતાએ કહ્યું છે કે અમેરિકા અને તાલિબાન વચ્‍ચે સમજુતી આંતરરાષ્‍ટ્રીય પર્યવેક્ષકોની હાજરીમાં હશે. અમેરિકી વાર્તાકારો અને તાલિબાન વચ્‍ચે થનારી વાતચીતમાં એક અઠવાડિયા સુધી હિંસામા કમી  કે યુદ્ધ વિરામ જે વાત પર સમજુતી થઇ હતી એની શરૂઆત રર ફેબ્રુઆરીથી થઇ રહી છે.

છેલ્લા ૧૮ વર્ષોથી અફઘાનિસ્‍તાનમા જે હિંસા જારી છે એમા પ્રથમ વખત એક અઠવાડિયા માટે યુદ્ધવિરામ પર સહમતી બની છે.  અફઘાનિસ્‍તાન સુરક્ષા કાઉન્‍સીલમાં પ્રવકતાનું કહેવું છે કે  અફઘાનિસ્‍તાન સરકાર આ સમજુતીને લાગૂ કરવા માટે પુરી રીતે તૈયાર છે. પ્રવકતાએ કહ્યું કે આ યુદ્ધ વિરામ દરમ્‍યાન ઇસ્‍લામીક સ્‍ટેટ અને બીજા ચરમપંથી સંગઠનો સામે સૈન્‍ય ઓપરેશન જારી રહેશે.

જાણકારોનું માનવું છે કે આ સમજુતીથી અમેરિકા છેલ્લા ૧ર વર્ષોથી અફઘાનિસ્‍તાનમા ચાલી રહેલ પોતાના  જંગને સમાપ્ત કરશે પણ અફઘાનિસ્‍તાન સરકાર માટે એના પછી કઠિન નિર્ણયો હશે.

(10:09 pm IST)