Gujarati News

Gujarati News

News of Friday, 21st February 2020

સીએએના કારણે સામાજીક-આર્થિક સર્વેક્ષણ સ્થગિતઃ સર્વે અધિકારીઓ પર થાય છે હુમલા

નવી દિલ્હી તા.ર૧ : સીએએ વિરોધી દેશવ્યાપી પ્રદર્શનોના કારણે એક મહતવપુર્ણ સામાજિક આર્થિક સવેક્ષણ સ્થગિત થઇ શકે છે. આ સર્વક્ષણનું કામ જાન્યુઆરીમાં ચાલુ થયુ હતુ. પણ તેમા સામે અધિકારીઓને સતત લોકોના ગુસ્સાનો સામનો કરવો પડી રહયો છે. લોકોને સંદેહ છે કે આના દ્વારા નાગરિકતા નકકી કરવાના આંકડાઓ એકત્ર કરાઇ રહયા છે. સુત્રો અનુસાર નેશન સ્ટેટીકસ ઓફિસ (એનએસઓ) ૭૮માં સર્વેક્ષણને સ્થગિત કરવાનો નિર્ણયવિશેષજ્ઞ સમીતની મીટીંગમાં લેવાયો હતો. આ સર્વેક્ષણજ્ઞ ઘરેલું પ્રવાસ ખર્ચ અને અન્ય બાબતો માટે કરવામાં આવી રહયો છે.

એક સતુ્રએ કહયું કે એક વિશેષજ્ઞ ગ્રુપની બુધવારે મિટીંગ થઇ હતી. જેમાં સર્વેક્ષણના કામમાં જોડાયેલા અધિકારીઓ સામે દેશના વિભિન્ન ભાગોમાં આવી રહેલા પડકારોને ધ્યાનમાં રાખીનો સર્વેક્ષણને બ઼ધ કરવા સુચન અપાયુ તુ. હવે તેના પર અંતિમ નિર્ણય સરકારે લેવાનો છે. સર્વેક્ષણમાં સામેલ અધિકારીઓ સામે સૌથી મોટો પડકાર એ છે કે તેમે લોકોના સહકાર નથી મળતો તેમને  ઘરેથી ભગાડવામાં આવે છે અથવા  તેમના પર હુમલાઓ કરાય છે. આનાથી તેમના પર જીવનું જોખમ ઉભુ થઇ રહયુ છે. આ સર્વેમાં કેટલાક એવા બુનિયાદી સવાલો છે જેને લોકો શંકાની નજરે જુએ છે. દાખલા તરીકે ધર્મ અંગેનો સવાલ અથવા તમારી  પાસે જન્મપ્રમાણપત્ર છે અથવા ૩૧ માર્ચ ર૦૧૪ પછી ખરીદાયેલ મકાન અંગે એનએસઓને ઉતર પ્રદેશ, કેરળ, મહારાષ્ટ્ર, બિહાર અને કર્ણાટક સહિત ઘણા રાજયોમાંથી ફરિયાદો મળી છે. પણ આમાં સૌથી વધુ પ્રભાવિત રાજય પશ્ચિમ રાજય બંગાળ છે. જયાં આ સર્વેની શરૂઆત જ નથી થઇ શકી.

(3:32 pm IST)