Gujarati News

Gujarati News

News of Friday, 21st February 2020

સામાન્ય વર્ગના ગરીબોને OBC સમાન છુટ મળશે

છાત્રવૃતિની સુવિધાનો લાભ પણ મળશે

નવી દિલ્હી તા. ર૧: સ્પર્ધાત્મક પરીક્ષાઓ અને નિમણુંકોમાં મહત્તમ સીમાઓ છુટની માંગણી કરી રહેલા સામાન્ય વર્ગના ગરીબ લોકોને ટુંક સમયમાં જ અન્ય પછાત વર્ગ (OBC) ની બરાબર છુટ મળી શકે છે. એટલું જ નહિં આ શ્રેણીના બાળકોને છાત્રવૃતિની સુવિધાનો પણ લાભ મળી શકે છે.

કેન્દ્રીય સામાજીક ન્યાય અને અધિકારિતા મંત્રાલયમાં આ પ્રસ્તાવો પર સૈધાંતિક સમજુતી બની ગઇ છે. કેન્દ્ર સરકારે ગયા વર્ષે સામાન્ય વર્ગના ગરીબોની     (EWS) શ્રેણી માટે શિક્ષણ અને નોકરીઓ માટે ૧૦ ટકા અનામત શરૂ કરી હતી.

પરિવારની વાર્ષિક આવક સીમાને ૮ લાખ રૂપિયા રાખવામાં આવેલ છે. આ શ્રેણીમાં OBC, SC અને  STની જેમ વય મર્યાદામાં છુટ કે છાત્રવૃતિ જેવી સગવડ નથી મળતી. વય સીમા પર માંગ ચાલી રહી હતી.

સામાજીક ન્યાય મંત્રાલયે તેને લાગુ કરવા માટે તામિલ અને કાર્મિક વિભાગને પત્ર લખ્યો હતો. જેમાં કહેવાયું હતું કે, તેને લાગુ કરવાનો અધિકાર સામાજીક ન્યાય મંત્રાલય પાસે છે. મંત્રાલયે કવાયત શરૂ કરી છે.

(3:36 pm IST)