Gujarati News

Gujarati News

News of Friday, 21st February 2020

દુબઈમાં સફાઈ કર્મચારી તરીકે કામ કરતા ભારતીય મૂળના 26 વર્ષીય યુવાનની ધરપકડ : જવેલરી શોપમાં સફાઈ દરમિયાન 2 મિલિયન ડોલરની કિંમતની ઘડિયાળો ચોર્યાનો આરોપ

દુબઇ :  દુબઈમાં સફાઈ કર્મચારી તરીકે કામ કરતા ભારતીય મૂળના 26 વર્ષીય યુવાનની ધરપકડ થઇ હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.
પ્રાપ્ત માહિતી મુજબ દુબઈમાં જવેલરી તથા ઘડિયાળના શોરૂમ ધરાવતા ઈરાની મૂળના માલિકે પોતાના  જુદા જુદા સ્થળોએ આવેલા શોરૂમમાં સફાઈનું કામ કરતા ભારતીય મૂળના યુવાને સફાઈ દરમિયાન 2 મિલિયન ડોલરની કિંમતની ઘડિયાળો ચોર્યાનો આરોપ મુક્યો છે. જે સફાઈ દરમિયાન બોક્સમાંથી ઘડિયાળ કાઢી લઇ ડસ્ટ બિનમાં નાખી દેતો હતો અને આ કચરાની ટોપલી લઇ ગયા બાદ તેમાં નાખેલી કિંમતી વસ્તુઓ વેચી નાખતો હતો . આ વસ્તુઓ ખરીદનાર પાકિસ્તાની મૂળના 2 ઈસમો આ માલ ચોરીનો છે તેવું જાણતા હોવા છતાં ઓછી કિંમત આપી ખરીદી લેતા હતા

યુવાને ગુનાની કબૂલાત કરી લીધાનું જાણવા મળે છે .ઉપરાંત તેની પાસેથી ચોરીનો માલ લેનાર ઈસમોની પણ શોધખોળ થઇ રહી છે .

(12:26 pm IST)