Gujarati News

Gujarati News

News of Friday, 21st February 2020

ટ્રમ્પ પોતાની સાથે લાવી રહ્યા છે દુનિયાનું સૌથી શકિતશાળી બ્રિફકેસ !

નવી દિલ્હી, તા.૨૧: રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમની પત્ની મેનાલિયા ટ્રમ્પ ૨૪-૨૫ ફેબ્રુઆરીએ ભારતના પ્રવાસે આવી રહ્યા છે, આ પ્રવાસમાં તેઓ અમદાવાદની મુલાકાત લેવાના છે. સમગ્ર દુનિયાનું ધ્યાન આ મુલાકાત પર છે. ત્યારે આવા સમયે ટ્ર્મ્પની સુરક્ષાને લઈ ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. આમ તો ટ્રમ્પની સાથે તેમની સુરક્ષા ટીમ પણ આવશે, એક વસ્તુ સૌથી વધુ ચર્ચામાં છે, તે છે ન્યૂકિલયર ફૂટબોલ.

હકીકતમાં જોઈએ તો, ન્યૂકિલયર ફૂટબોલના નામે ખ્યાત એવી અમેરિકી રાષ્ટ્રપતિની સુરક્ષામાં એક અધિકારી બ્રીફકેસ લઈને આવે છે. કાળા રંગનું આ ટોપ સિક્રેટ બ્રિફકેસ દુનિયાનું શકિતશાળી બ્રિફકેસ છે. અમેરિકી રાષ્ટ્રપતિ જયાં પણ જાય છે, ત્યાં આ ન્યૂકિલયર કંટ્રોલનો કોડ્સ તેની સાથે જ રહે છે. આ કોડ તે બ્રિફકેસમાં હોય છે.

શું શું હોય છે, આ બ્રિફકેસમાં

એવું કહેવાય છે કે, આમાં અમેરિકાના પરમાણૂ બોંબ હુમલાના કોડ ઉપરાંત હુમલાની સમગ્ર યોજના અને ટાર્ગેટની જાણકારી આપતું એક પુસ્તક લિખીત સ્વરૂપે હોય છે. આ બ્રિફકેસમાં એક કાર્ડ હોય છે. જેમાં પરમાણૂ બોંબ હુમલાની ખાતરી કરતા કોડ આપેલા હોય છે. આ કાર્ડને ન્યૂકિલયર બિસ્કિટ કહેવાય છે. આ કાર્ડમાં એલાર્મ લાગેલા હોય છે. બ્રિફકેસની અંદર એક એન્ટિના પણ હોય છે, જેનાથી અમેરિકી રાષ્ટ્રપતિ દુનિયાના કોઈ પણ નેતા સાથે ઈમરજન્સીમાં વાત કરી શકે છે.

(11:44 am IST)