Gujarati News

Gujarati News

News of Friday, 21st February 2020

'રાજકોટ બ્લુઝ' બેન્ડના રચયીતા યુવા ગાયિકા સુશ્રી ગાથા પોટા સાથે ડો.કવન પોટા અને ધૈર્ય રાજપરા સંગીતથી કરશે મંત્રમુગ્ધ

 અકિલા ઇન્ડિયા ઇવેન્ટ્સ ગુજરાત્રી પ્રસ્તુત 'કોકટેલ દેશી-૨'માં કવિતા, અભિનય અને ગીત-સંગીતનો ત્રિવેણી સંગમ માણવા-નિહાળવા મળશે. જેમાં સંગીતની સુરાવલીઓમાં રાજકોટના જ યુવા ગાયિકા સુશ્રી ગાથા પોટા જમાવટ કરશે. તેમની સાથે ડો. કવન પોટા અને ર્ધેર્ય પોટા પણ પોતાની કલા પીરસશે. ગાથા પોટા સોશ્યલ મીડિયા પર ધૂમ મચાવી રહેલ લોકપ્રિય ગુજરાતી બેન્ડ 'રાજકોટ બ્લુઝ'ની લીડ સિંગર તેમજ શ્રીમતી પીયુબેન સરખેલની શિષ્યા છે. India’s Big Golden Voice Season-6માં સોનુ નિગમ દ્વારા ટોચના ૧૦ ગાયકોમાં પણ ગાથા પોટાની પસંદગી થઇ હતી. આ ઉપરાંત યુનિવર્સિટી યુથ ફેસ્ટીવલમાં વિજેતાની હેટ્રીક નોંધાવનાર ગાથા પોટાએ અગાઉ ગુજરાત્રીના જ કાર્યક્રમ 'મૌજે ગુજરાત'માં યુવા ગુજરાતનું અર્બન અને ફયુઝન ગુજરાતી સંગીતનું પ્રતિનિધિત્વ કરી સોૈને રસ તરબોળ કર્યા હતાં. આજની યુવા પેઢીને ગુજરાતી ગીત-સંગીત સાથે સાંકળી શકાય એ રીતે નવીનતાસભર રીતે ગુજરાતી ગીતોને રજૂ કરવાની ગાથા પોટામાં ખાસ આવડત છે. તેના આવા અનેક ગીતો યુ-ટ્યુબ ચેનલ પર ધૂમ મચાવી રહ્યા છે.

(1:49 pm IST)