Gujarati News

Gujarati News

News of Friday, 21st February 2020

બોલીવૂડ ફિલ્મ ૧૦૨ નોટઆઉટ, ગુજરાતી ફિલ્મ હેલ્લારોના લેખક-કવિશ્રી સોૈમ્ય જોષી પણ 'કોકટેલ desi-season 2'માં રંગ જમાવશે

 'કોકટેલ desi-season 2'માં  કવિતાના વિભાગમાં ખુબ જાણીતા બોલીવૂડ અને ગુજરાતી ફિલ્મોના લેખક-કવિ-નાટ્યકાર શ્રી સોૈમ્ય જોષી મોટુ આકર્ષણ બની રહેશે. તેઓ પોતાની રચનાઓ-કવિતાઓ તેમજ પોતાને ગમતી બીજી રચનાઓનો રસથાળ પીરસશે. સોૈમ્ય જોષી મુળ અમદાવાદના છે. તેમણે અમિતાભ બચ્ચન-ઋષી કપૂર અભિનીત ફિલ્મ ૧૦૨ નોટઆઉટ તેમજ તાજેતરમાં સુપરડુપર હિટ નિવડેલી ગુજરાતી ફિલ્મ હેલ્લારોના ગીત-સંવાદ લખ્યા છે.  કારકિર્દીના પ્રારંભે તેઓ અંગ્રેજી સાહિત્યના પ્રોફેસર હતાં. પણ આગળ જતાં તેમને અભિનય પ્રત્યે આકર્ષણ થતાં પ્રોફેસરની નોકરી છોડી નાટકોમાં આવ્યા અને એ પછી લેખક-કવિ તરીકે ખુબ નામના મેળવી છે. તેઓ કોકટેલ દેશી-૨માં મોજ કરાવશે.

(11:34 am IST)