Gujarati News

Gujarati News

News of Friday, 21st February 2020

માસ્ટર હિલર ડો.પંકજભાઈ નારમનો અક્ષરવાસ : અંતિમ વિધિ સવારે 10-30 કલાકે ગોરેગાંવ મુક્તિધામ ખાતે

મુંબઈ : માસ્ટર હિલર તરીકે વિશ્વ વિખ્યાત ,તથા જુના અને હઠીલા દર્દો મટાડી દેવામાં નિષ્ણાત ગણાતા ડો.પંકજભાઈ નારમ અક્ષરનિવાસી થયા છે.સદ્દગતની અંતિમ વિધિ સવારે 10-30 કલાકે મુક્તિધામ ,વેસ્ટ ઇસ્ટ હાઇવે ,આરે કોલોની તથા પેટ્રોલ પમ્પ વચ્ચે ગોરેગાંવ ખાતે થશે .

ડો.પંકજભાઈ નાડી નિદાન દ્વારા પ્રાચીન વેદિક પદ્ધતિ મુજબ દર્દો હર્બલ ઉપચારથી મટાડી શકતા હતા.જેમણે વિશ્વવ્યાપ્ત  10 લાખ જેટલા લોકોને હર્બલ ઉપચાર પદ્ધતિથી સારવાર આપી તનાવ મુક્ત કર્યા હતા .જેમાં દલાઈ લામા ,મધર ટેરેસા ઉપરાંત 9/11 નો ભોગ બનેલા લોકોના પરિવારજનો ,સહિતનાઓનો સમાવેશ થાય છે જેઓને આરોગ્ય તેમજ માનસિક શાંતિ અપાવવામાં તેઓ નિમિત્ત બન્યા હતા.
તેમણે વિશ્વના અનેક દેશોનો પ્રવાસ કરી અન્ય ડોક્ટરો તેમજ હિલર્સને માર્ગદર્શન આપી તથા સેમિનારના આયોજનો દ્વારા ,પ્રાચીન હીલિંગ પદ્ધતિના રહસ્યો સમજાવ્યા હતા.તેમજ આ પદ્ધતિના ઇતિહાસ અને સફળ પરિણામોથી વાકેફગાર કર્યા હતા.તેઓ આ કાર્ય તેમના પ્રાઇવેટ ક્લિનિક દ્વારા પણ કરતા હતા.

ડો.પંકજભાઈના ટીવી પ્રોગ્રામ પણ 169 જેટલા દેશોમાં ફેલાવો પામ્યા હતા જેના થકી તેઓના લાખો ફોલોવર્સ બન્યા હતા.તેમણે 108 જેટલા દેશોના લોકોને જુના દર્દોમાંથી મુક્તિ અપાવી હતી.વાળ ખરવા ,ડાયાબિટીસ ,મેદસ્વીતા ,બ્લડ પ્રેસર ,હાર્ટ બ્લોકેજ ,સ્કિન ડિસીઝ,કમરનો દુખાવો ,અસ્થમા ,હોર્મોન્સમાં ફેરફાર ,સહિતની ચિંતાઓથી મુક્ત કરી દીધા હતા.તેવું જાણવા મળે છે.

(11:11 am IST)