Gujarati News

Gujarati News

News of Thursday, 21st February 2019

નવજોત સિંહ સિધ્‍ધુ આધુનિક ભારતના જયચંદ : સ્‍મૃતિ ઇરાની

બીમાર ઇરાદાવાળા પ્રત્‍યેક પાકિસ્‍તાનીને યોગ્‍ય પાઠ શિખડાવવો જોઇએ

વારાણસી,તા.૨૧ઃ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીએ નામ લીધા વિના કોંગ્રેસ નેતા નવજોત સિંહ સિધ્ધુ પર નિશાન સાધતા કહ્યું હતું કે પાકિસ્તાનના  વડાપ્રધાનને પોતાના દોસ્ત માનનારાઓ લોકો આધુનિક ભારતના જયચંદ છે. ઇરાનીએ કહ્યું કે ભારતીય હોવાને કારણે મારૃ વિચારવાનું છે કે બીમાર ઇરાદા વાળા પ્રત્યેક પાકિસ્તાનીને યોગ્ય પાઠ શિખડાવવો જોઇએ.

સ્મૃતિ ઇરાનીએ નામ લીધા વિના કહ્યું કે પાકિસ્તાનના વડાપ્રધાનને પોતાના દોસ્ત માનનારા લોકો આધુનિક ભારતના જયચંદ છે ભારતની જનતા આવા લોકોને સમય આવવા પર જરૃર પાઠ ભણાવશે

જયયંદે ૧૧૯૨માં પૃથ્વીરાજ ચવ્હાણને યુધ્ધના સમયે દગો આપ્યો અને મોહમ્મદ ગૌરીથી મળી ગયા હતાં. તેમણે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સેનાને પાકિસ્તાન અને આતંકવાદીઓ પર કડકમાં કડક કાર્યવાહી કરવા માટે પુરેપુરી છુટ આપી  દીધી છે  અને અમને આપણા દેશની સેના પર પુરો વિશ્વાસ છે.

કેન્દ્રીય મંત્રીએ  પાકિસ્તાની વડાપ્રધાન ઇમરાન ખાન દ્વારા પુલવામાં હુમલામાં પાકિસ્તાનનો હાથ હોવાના પુરાવા માંગવા પર કહ્યું કે ભારતે મુંબઇમાં ૨૬/૧૧ના આતંકી હુમલામાં  હાફિઝ સઇદના માસ્ટરમાઇડ હોવાના પુરાવા આપ્યા  હતાં  પરંતુ  પાકિસ્તાને તેના પર કોઇ કાર્યવાહી કરી ન હતી.

પાકિસ્તાનની સાથે ક્રિકેટ મેચ રમવાના સવાલ પર સ્મૃતિ ઇરાનીએ કહ્યું કે આ સવાલની આ સમયે કોઇ પ્રાસંગિકતા નથી.

(5:17 pm IST)