Gujarati News

Gujarati News

News of Thursday, 21st February 2019

મોં પર ઊગેલા વાળમાં ઢંકાઇ ગયો છે ૧૩ વર્ષના ટીનેજરનો ચહેરો

રતલામ તા.૨૧: મધ્ય પ્રદેશના રતલામ શહેરમાં રહેતા લલિત પાટીદાર નામનો ૧૩ વર્ષનો છોકરો જન્મજાત હાઇપરટ્રાઇક્રોસિસ નામની બીમારી લઇને આવ્યો છે. આ કન્ડિશનને વેઅરવુલ્ફ સિન્ડ્રોમ પણ કહે છે કેમ કે આ રોગમાં માણસના ચહેરા, હાથ, પગ અને ઓવરઓલ શરીર પર એટલા ઘના લાંબા વાળનો ગ્રોથ વધી જાય છે કે જાણે માણસે વરૂ જેવો મુખવટો પહેર્યો હોય એવું લાગે છે. લલિતના કેસમાં આખો ચહેરો વાળથી ઢંકાયેલો છે. તેની આંખો, હોઠ અને નાક પણ તમે અલગ ન તારવી શકો એટલા ઘેરા વાળ તેના મોં પર છે. તે નાનો હતો ત્યારે વાળવાળો ચહેરો જોઇને બીજા છોકરાઓ ડરી જતા અને તેને મન્કી કહીને દૂરથી પથરા ફેંકતા. જોકે લલિત તેમને વળતો જવાબ આપતો નહીં. ખૂબ શાંત અને સાલસ સ્વભાવને કારણે બાળકો અને હમઉમ્ર દોસ્તોએ લલિતને તેના ચહેરાના વાળ સાથે સ્વીકારી લીધો છે. લલિત ભણવામાં હોશિયાર છે. તેને રમતો રમવાનો પણ શોખ છે અને તે બીજી બધી જ રીતે હેલ્ધી છે. તેને પહેલાં પોતાના ચહેરા અને દેખાવ માટે શરમ આવતી હતી, પણ હવે તેણે એનો સ્વીકાર કરી લીધો છે. તેને સમજાઇ ગયું છે કે આ સ્થિતિને કોઇ ઇલાજ નથી. તેની ઇચ્છા પોલીસ- ઓફિસર બનવાની છે. લલિતને પાંચ બહેનો છે અને સંયુકત પરિવારમાં કુલ ૧૪ સભ્યો છે. તેની બહેનો લલિતની બેસ્ટ ફ્રેન્ડ્સ છે. તેના ચહેરા પર જયારે વાળ ખુબ વધી જાય ત્યારે તે ઉપરથી કાપીને એને ટ્રિમ કરી લે છે. તેની મમ્મી પાર્વતી અને પપ્પા બંકતલાલ ખેતી કરીને ગુજરાન ચલાવે છે. પાંચ દીકરી પછી દીકરો આવે એવી માનતા તેમણે રાખેલી અને એમાં લલિત જન્મ્યો હોવાથી તેને હાથમાં રાખે છે.(૧.૪)

 

(5:17 pm IST)