Gujarati News

Gujarati News

News of Thursday, 21st February 2019

મોદી ફરી રચશે ઇતીહાસઃ બનાવશે રેકોર્ડ

૯ લાખ બુથ કાર્યકરો સાથે મોદી કરશે મહાસંવાદ

૨૮મીએ કાયક્રમઃ બપોરે ૧૨.૩૦ કલાકથી પ્રસારણઃ ઠેરઠેર ગોઠવાશે ટીવી- મોટી સ્ક્રીન

નવીદિલ્હી, તા.૨૧:- લોકસભા ચુંટણીની જાહેરાત પહેલા ભાજપા બૂથ સ્તરના પોતાના તમામ કાર્યકરોને સક્રિય કરી દેશે. આવતા એક પખવાડીયા દરમ્યાન ભાજપા અડધા ડઝનથી વધારે મોટા કાર્યક્રમો કરશે.

વડાપ્રધાન નરેન્દ્રમોદી પોતે ૨૮ ફેબ્રુઆરીએ દેશભરના લગભગ નવા લાખ બુથ કાર્યકરો સાથે મહાસંવાદ કરશે. આટલા કાર્યકરો સાથે એક સાથે વાત કરવાનો આ વિશ્વ રેકોર્ડ બનશે. આ પહેલા ૨૪ ફેબ્રુઆરીએ વડાપ્રધાનની મનની વાત, ૨૬ ફેબ્રુઆરીએ દેશભરમાં કમલ જયોતિ કાર્યક્રમ અને ૨ માર્ચે યુવા મોરચાની બાઇક રેલી અંગેની માહીતી ઘરે-ઘરે પહોંચાડવામાં આવશે.

''મારૃં બુથ સૌથી મજબૂત'' કાર્યક્રમ હેઠળ મોદી વિભીન્ન રાજયોના સૌથી વધારે લોકસભા ક્ષેત્રોના બૂથ કાર્યકરો સાથે સંવાદ કરી ચુકવા છે.

હવે ૨૮ ફેબ્રુઆરીએ તે દેશભરના નવ લાખ બુથ કાર્યકરો સાથે એક સાથે મહાસંવાદ કરશે. નમો એપ દ્વારા થનાર આ સંવાદ માટે દરેક મંડળમાં મોટો સ્ક્રીન અથવા ટીવી લગાડવામાં આવશે, જેના પર વડાપ્રધાન વાત કરશે. આ કાર્યક્રમ બપોરે સાડા બાર વાગ્યે શરૂ થશે. આની જવાબદારી સંગઠનને સોંપવામાં આવી છે.(૨૨.૫)

(3:49 pm IST)