Gujarati News

Gujarati News

News of Thursday, 21st February 2019

વર્લ્ડકપ ક્રિકેટ ૨૦૧૯માં પાકિસ્તાન પર પ્રતિબંધની તૈયારીઃ ભારતે બનાવ્યો માસ્ટર પ્લાનતબિયત બગડીઃ ત્રણ કલાક બાદ ઇડીએ તેમને જવા દીધા

નવી દિલ્હી, તા. ૨૧ : ભારતીય ક્રિકેટમા આગવું સ્થાન ધરાવતી મુંબઈની ક્રિકેટ કલબ ઓફ ઈન્ડિયા અને ભારતના દિગ્ગજ સ્પિનર હરભજન સિંદ્યે બીસીસીઆઇને અપીલ કરતાં કહ્યું કે, ટીમ ઈન્ડિયાને પાકિસ્તાન સામેની વર્લ્ડ કપ મેચમાં રમવા ન ઉતારે. ભારતીય નાગરિકોના વિવિધ જુથોમાં પણ પાકિસ્તાન સામેની વર્લ્ડ કપ મેચના બહિષ્કારની માગ ઉઠવા પામી છે, ત્યારે બીસીસીઆઇના એક સીનિયર ઓફિશિયલ ટાંકીને મીડિયા રિપોર્ટ જણાવે છે કે, વર્લ્ડ કપ  શરૂ થાય તે પહેલા જો સરકાર પાકિસ્તાન સામે રમવાની ના પાડશે તો અમે નહિ રમીએ.

બીસીસીઆઈના સૂત્રોએ ઊમેર્યું કે, વર્લ્ડ કપને હજું દ્યણી વાર છે અને હાલના તબક્કે આઇસીસી સાથે આ અંગે વાત કરવાનો કોઈ અર્થ નથી. અમે હાલ પાકિસ્તાન સામેની મેચ અંગે આઇસીસી સાથે કોઈ વાત કરવાના નથી. ઉલ્લેખનીય છે કે, ભારત અને પાકિસ્તાન વચ્ચે ૧૬મી જુને માન્ચેસ્ટરમાં વર્લ્ડ કપ મેચ રમાવાની છે અને આ મેચને ચાર મહિનાની વાર છે.

બીસીસીઆઇના અધિકારીએ જણાવ્યું હતુ કે, આ મામલાની સાથે આઇસીસીને કોઈ લેવાદેવા નથી. વર્લ્ડ કપ પહેલા જો સરકારને લાગશે કે ભારતે પાકિસ્તાન સામેની મેચ ન રમવી જોઈએ તો અમે નહી રમીએ. બીસીસીઆઇના સૂત્રો જણાવે છે કે, સ્વાભાવિક રીતે જો ભારતીય ટીમ પાકિસ્તાન સામે વર્લ્ડ કપની મેચ ન રમે તો પાકિસ્તાનને તો મેચ રમ્યા વિના મફતમાં પોઈન્ટ્સ મળી જાય. જો ભારત પાકિસ્તાન સામેની વર્લ્ડ કપની મેચો પણ ન રમવાનો નિર્ણય લે અને ફાઈનલમા ભારત અને પાકિસ્તાન જ સામ-સામે આવે તો પાકિસ્તાન તો રમ્યા વિના જ વર્લ્ડ કપ જીતી જાય.

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સીલ માટે ભારત અને પાકિસ્તાન વચ્ચેની વર્લ્ડ કપ મેચ કમાઉ દિકરા જેવી સાબિત થતી હોય છે. બંને દેશો વચ્ચેની કટ્ટર હરિફાઈને પગલે આ ક્રિકેટના મુકાબલા પ્રત્યે વિશ્વભરમાં એવું આકર્ષણ જોવા મળે છે કે, જાહેરખબરકારો તેમાં સ્પોટ મેળવવા જંગી રકમ ખર્ચતા હોય છે. ભારતમાં પાકિસ્તાન સામેની વર્લ્ડ કપ મેચ ન રમવાનો માહોલ સર્જાઈ રહ્યો છે, તેના પર આઇસીસીની નજર છે. તા. ૨૭મી ફેબુ્રઆરીએ દુબઈમાં આઇસીસીની એક મિટિંગ પણ યોજાવાની છે, જેમાં બીસીસીઆઇનું પ્રતિનિધિત્વ સીઈઓ રાહુલ જોહરી અને સેક્રેટરી અમિતાભ ચૌધરી કરવાના છે. આ મિટિંગમા ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ અંગે ચર્ચા થાય તેવી શકયતા છે.

ભારતમાં પાકિસ્તાન સામેની વર્લ્ડ કપ મેચના બહિષ્કારની ચર્ચા શરૂ થતાં આઇસીસીમાં અંદરખાને ચિંતાનું મોજુ ફરી વળ્યું છે. આઇસીસીના ચીફ એકિઝકયુટિવ ઓફિસર ડેવ રિચાર્ડસને કહ્યું કે, તેમને વર્લ્ડ કપની મેચ નથી રમવાની તે અંગે બંનેમાંથી કોઈ દેશના બોર્ડ તરફથી માહિતી મળી નથી. અમારા મત પ્રમાણે તો મેચ નિર્ધારિત કાર્યક્રમ અનુસાર આગળ વધશે. જોકે અમે હાલમાં પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છીએ. સ્પોર્ટસમાં અને ખાસ કરીને ક્રિકેટમાં તો એ તાકાત છે કે, તે લોકોને એક કરી શકે છે. આશા રાખીએ છીએ કે ક્રિકેટની આ પ્રકારની ઓળખ જારી રાખવામાં આવશે.

(3:46 pm IST)