Gujarati News

Gujarati News

News of Thursday, 21st February 2019

જ્‍યારે પુલવામા હુમલો થયો ત્‍યારે મોદી પાર્કમાં નૌકાવિહાર- શૂટિંગ કરતા હતા : ચા - નાસ્‍તાની મજા લૂંટતા'તા

સત્તાની ભૂખમાં જવાનોની શહાદત અને રાજધર્મ ભુલ્‍યા મોદી : કોંગ્રેસનો સનસનીખેજ આરોપ : પૂછયા પાંચ સવાલ

નવી દિલ્‍હી તા. ૨૧ : પુલવામામાં થયેલા આતંકી હુમલા અંગે કોંગ્રેસે પીએમ મોદી પર પ્રહારો કર્યા છે. કોંગ્રેસ પ્રવક્‍તા રણદીપ સુરજેવાલાએ જણાવ્‍યું હતું કે, ૩.૦૨ કલાકે જયારે હુમલાના સમાચાર આવ્‍યા હતા. ૫.૧૫ કલાકે કોંગ્રેસે પણ આ અંગે પોતાની પ્રતિક્રિયા આપી દીધી હતી. મોદીજી શુ કરી રહ્યા હતા? મોદીજી જીમ કોર્બેટ નેશનલ પાર્કમાં ડિસ્‍કવરી સાથે ફિલ્‍મની શૂટિંગ કરી રહ્યા હતા. જયારે દેશ શહીદોના ટુકડા ભેગી કરી રહ્યા હતા, ત્‍યારે મોદી ચા-નાસ્‍તો કરી રહ્યા હતા.

તેમણે જણાવ્‍યું હતું કે, મોદીજીની દિનચર્ચા હું તમને જણાવું છું. તેઓ દિવસભર પાર્ક ભ્રમણ કરીને નૌકા વિહાર કરતા શૂટિંગ કરાવી રહ્યા હતા. ત્‍યારબાદ પીએમ રામ નગર ગેસ્‍ટ હાઉસમાં પણ થોડી વાર માટે રોકાયા અને પછી ત્‍યાંથી રવાના થઇ ગયા. સાંજે ૬.૩૦ કલાકે તેઓ ધનગઢી ગેટ પહોંચ્‍યા અને અધિકારીઓ સાથે ૧૦ મિનિટ સુધી વાતચીત કરી હતી. લગભગ ૬ વાગ્‍યે તેઓ ત્‍યાંથી રવાના થઇ ગયા હતા.

ત્‍યાંના સ્‍થાનિકાઓ નરેન્‍દ્ર મોદી જિંદાબાદના નારા લગાવ્‍યા. પીએમને તમામનું અભિવાદન પણ કર્યું. દેશ અમારા શહીદોના શરીરના ટુકડા એકત્ર કરી રહ્યા હતા અને પીએમ સૂત્રોચ્‍ચાર કરાવી રહ્યા હતા. તેઓ રામ નગર ફીડર ગેસ્‍ટ હાઉસમાં રોકાયા અને ચા-નાસ્‍તો કર્યો.આનાથી શરમજનક વ્‍યવહાક કોઇ પીએમનું નહી હોય. આ હું નહી પત્રકરો જણાવી રહ્યા છે. સુરજેવાલાએ પોતાના દાવાના સર્મથનમાં સમાચાપત્રોના કટિંગ અને કથિત ફોટા પણ દેખાડ્‍યા હતા. તેમણે જણાવ્‍યું હતું કે, વડાપ્રધાને રાષ્ટ્રીય શોકની ઘોષણા પણ કરી નહતી.

સુરજેવાલાએ એક ફોટો દર્શાવીને કહ્યું કે, પુલવામા એટેકના દિવસે તેમની સાંજની નૌકા વિહારનો ફોટો સ્‍થાનીક ન્‍યૂઝ પેપરમાં છપાયો છે. વધુ એક પીડાદાયક વાત એ પણ છે કે, પુલવામા હુમલા પછી વડાપ્રધાને રાષ્ટ્રીય શોકની જાહેરાત પણ નથી કરી. ૧૬ ફેબ્રુઆરી ૨૦૧૯ના દિવસે પણ શહીદોના તાબૂત દિલ્‍હી એરપોર્ટ પહોંચ્‍યા ત્‍યારે પણ મોદી ઝાંસીથી એક કલાક મોડા પહોંચ્‍યા હતા. ઝાંસીથી પરત આવતા પહેલાં તેઓ તેમના ઘરે ગયા હતા અને ત્‍યારપછી દિલ્‍હી એરપોર્ટ પહોંચ્‍યા હતા.

ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી સભ્‍ય સાક્ષી મહારાજ એક શહીદના કાર્યક્રમમાં હસતા જોવા મળ્‍યા હતા. જયારે સરકારના પર્યટન મંત્રીએ તો શહીદની ડેડબોડિ સાથે એક સેલ્‍ફી જ લઈ લીધી હતી. મોદીજી હવે બે દિવસના સાઉથ કોરિયાના પ્રવાસે જતા રહ્યાં છે. આ સંજોગોમાં જયારે આખો દેશ પુલવામા હુમલાની પીડામાંથી પસાર થઈ રહ્યો છે ત્‍યારે મોદીજી વિદેશ યાત્રા કરી રહ્યાં છે.

૧.  તમે તમારા, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અને ગૃહમંત્રીની નિષ્‍ફળતા વિશેની જવાબદારી કેમ નથી સ્‍વીકારતા?

૨. આતંકીઓને હજારો કિલોગ્રામ કાર્બાઈન અને લોન્‍ચર ક્‍યાંથી મળ્‍યા? વિસ્‍ફોટક લઈ જતી કારને સેનિટાઈઝ્‍ડ ઝોનમાં અંદર લઈ જવાની મંજૂરી કેવી રીતે મળી?

૩. સરકારે જૈશ-એ-મોહમ્‍મદની ચેતવણીને નજર અંદાજ કેમ કરી?

૪. સરકાર દ્વારા સીઆરપીએફના જવાનોને એરલિફટ કરવાની અરજી કેમ નકારવામાં આવી?

૫. સરકારના ૫૬ મહિનામાં ૫૮૮ જવાન શહીદ કેમ થયા? નોટબંધીના કારણે આતંકી હુમલાઓ બંધ કેમ ન થયા?

(3:39 pm IST)